આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 20 December 2015

♥ બ્લડપ્રેશર માત્ર હાથ ઉપર જ કેમ મપાય?



જ્યારે ડોક્ટર લોહીનું બ્લડપ્રેશર માપે છે ત્યારે તે ખરેખર તો મુખ્ય ધમનીમાં વહેતાં લોહીનાં દબાણને માપતા હોય છે, તેથી આવી રક્તવાહિનીનો ઉપયોગ કરવો જોઈએ કે જે સહેલાઈથી પકડી શકાય તેવી હોય અને ચામડીથી બહુ વધારે ઊંડાણમાં ન હોય. બ્લડપ્રેશર માપતી વખતે નાડીના ધબકારાનું પણ નિરીક્ષણ કરવાનું હોય છે, તેથી બ્લડપ્રેશર માપવા માટે હાથની ધમની સંપૂર્ણપણે યોગ્ય બિંદુ છે, ઉપરાંત તે હૃદયથી નજીક હોવાથી તેનું દબાણ હૃદયની સારી પરિસ્થિતિ પણ રજૂ કરે છે. આ સિવાય ડોક્ટરો કાંડા પરની રેડિયલ ધમનીને પણ ધબકારા નોંધવા માટે ઉપયોગમાં લઈ શકે છે, ઉપરાંત શરીરના અન્ય ભાગો કરતાં દર્દીને પોતાનો હાથ ખુલ્લો કરવામાં કોઈ સંકોચ કે શરમ પણ આવતી નથી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.