આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 10 November 2015

♥ કિંગ કોબ્રા - કાળોતરો ♥



→ પૃથ્વી ઉપર વસતા ઘણાબધા જીવ એવા છે કે જેનું ઝેર ચડતાં માણસને જો સારી ટ્રીટમેન્ટ ન મળે તો તે મરી પણ શકે છે. ખાસ કરીને સાપ અને નાગની બાબતમાં આ કાળજી રાખવી અતિ આવશ્યક છે. અલબત્ત રહેઠાણ વિસ્તારમાં આવતા અમુક સાપ અને નાગ ઝેરી નથી હોતા એવું કહેવાય છે પણ અમુક તો ખાસ્સા ઝેરી હોય છે. ખાસ કરીને કોબ્રા સાપ સૌથી વધારે ઝેરી છે.

♦ સાપની બધી જ જાતમાં કોબ્રા સાપ સૌથી વધારે ઝેરી સાપ ગણાય છે, વળી કોબ્રામાં પણ કિંગ કોબ્રા એ સૌથી વધારે ઝેરી ગણાતો સાપ છે.

♦ કિંગ કોબ્રા પોતાની સાથેના બીજા સાપને પણ પળવારમાં ગળી જાય છે.

♦ કિંગ કોબ્રાનું નિશાન ખૂબ જ શાર્પ છે, તે પોતાના શિકાર ઉપર નિશાન તાકે તો પોતાનું નિશાન ચૂકતો નથી. તે પોતાનાં ઝેરની પિચકારી ખૂબ જ દૂર સુધી કરી શકે છે અને શિકારને નિશાન બનાવી તે પોતાનાં ઝેરની પિચકારી મારે છે તો તે પિચકારી અચૂક શિકાર ઉપર પડે છે.

♦ કિંગ કોબ્રા પોતાનું રહેઠાણ બધા જ સાપની જેમ જમીન ઉપર બનાવે છે અને ઇંડાં પણ ત્યાં જ મૂકે છે.

♦ કિંગ કોબ્રાનો કલર પોતાનાં રહેઠાણ મુજબ હોય છે. મુખ્યત્વે આ સાપ ઘેરા લીલા કલરનો જોવા મળે છે પણ રહેઠાણ મુજબ તેના રંગમાં પરિવર્તન આવે છે. મતલબ રેતાળ જમીન ઉપર રહેતો કોબ્રા રેતી જેવા કલરનો પણ બની શકે છે.

♦ કિંગ કોબ્રા પોતાની જીભ વડે શિકારની સુગંધ પારખી શકે છે, તેની જીભ બે ફાંટાવાળી હોય છે જે ખૂબ જ લાંબી હોય છે જેથી તે પોતાના શિકારને અમુક જગ્યા સુધી તો જગ્યા ઉપરથી હલ્યા વગર જ માત્ર સૂંઘીને જીભ વડે પકડી શકે છે.

♦ કિંગ કોબ્રાની દૃષ્ટિ ખૂબ જ સતેજ હોય છે. ૩૦૦ ફૂટ દૂર રહેલા શિકારને પણ જોઇ શકે છે.

♦ કિંગ કોબ્રા પોતાનાં નામ માફક જ આક્રમક કિંગ જેવો સ્વભાવ ધરાવે છે અને તે ગુસ્સામાં ફૂંફાડા પણ ખૂબ મારે છે.

♦ કિંગ કોબ્રા ઉંદરડા તેમજ સસલાં જેવાં નાનાં પ્રાણીઓને ડંખીને તેને આખેઆખાં ગળી જાય છે.

♦ કિંગ કોબ્રા ભારત તેમજ એશિયાના પણ અમુક દેશોનાં જંગલોમાં જોવા મળે છે.

★ સાભાર - સંદેશ સમાચાર ★

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.