આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 9 November 2015

♥ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર સાચી દિશામાં ઊડીને પોતાનાં ઘરોમાં પાછાં ફરે છે, કેમ? ♥



ઉનાળાની ગરમીની મોસમના અંતમાં હજારો પક્ષી પોતાનાં ઘર છોડીને દક્ષિણ દિશા તરફ ઊડે છે અને ઠંડીથી બચવા માટે દૂર દેશાવરની બીજી જગ્યાઓ પર વસવાટ કરે છે. આ જ પક્ષી શિયાળો પૂરો થતાં ફરી પાછાં પોતાના એ જ દેશોમાં પોતાના જૂના માળાઓમાં પાછાં આવી જાય છે. આ એક આશ્ચર્ય પમાડે એવી વાત છે કે કઈ શક્તિ મારફત એ હજારો કિલોમીટર દૂર સાચી દિશામાં ઊડીને પોતાનાં ઘરોમાં પાછાં પહોંચે છે. ઘણા શોધખોળ કરનારાઓએ આ વિશે નવા-નવા પ્રયોગો કરીને પણ એનો જવાબ શોધવાની કોશિશ કરી છે પણ એનો સાચો જવાબ મળી શક્યો નથી. અમુક પક્ષીઓને એમનાં ઘરોથી ઘણાં દૂર બીજી દિશાઓમાં રાખવામાં આવ્યાં, પરંતુ સમય આવતાં ફરી એ જ નક્કી દિશા તરફ ઊડી ગયાં.

એનાથી એવું તારણ નીકળે છે કે આ પક્ષીઓની અંદર કોઈ ખાસ એવી શક્તિ છે જે એમને ફરી પોતાની એ જ જગ્યાની દિશા તરફ જવા માટે પ્રેરિત કરે છે. શોધખોળથી એ પણ જાણવા મળ્યું છે કે પક્ષી કોઈ પણ પ્રકારનાં ધરતીનાં નિશાન પર નથી ચાલતાં, કારણ કે, અમુક પક્ષી તો સતત દરિયાની ઉપર જ ઊડે છે, જ્યાં કોઈ પણ પ્રકાર નિશાની કે દિશા મેળવવી ખૂબ જ મુશ્કેલ કામ છે. એક સિદ્ધાંત એવો પણ છે કે પક્ષીઓને પૃથ્વીનાં ચુમ્બકીય ક્ષેત્રનું ભાન હોય છે. ચુમ્બકીય રેખાઓ ઉત્તરની તરફ ફેલાયેલી રહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.