→ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો(NATO)ની સ્થાપના ૧૯૪૯ની સાલના એપ્રિલ મહિનાની ચોથી તારીખે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં થઈ હતી. શરૂઆતમાં નાટો સમજૂતી પર પશ્ચિમના ૧૨ દેશ બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, લક્ઝમબર્ગ, હોલેન્ડ, નોર્વે, ઇટાલી, બ્રિટન, કેનેડા, પોર્ટુગલ અને અમેરિકાએ હસ્તાક્ષર કર્યા હતા. પછીથી ગ્રીસ, તુર્કી અને જર્મની દેશ પણ 'નાટો' સમજૂતીમાં સામેલ થઈ ગયા.
→ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે મતભેદના કારણે શીત યુદ્ધની શરૂઆત થઈ ગઈ. આ શીત યુદ્ધ દરમ્યાન દુનિયા બે ભાગ મૂડીવાદી અને સામ્યવાદીમાં વહેંચાઈ ગઈ. મૂડીવાદી દેશોનું નેતૃત્વ અમેરિકા દેશ કરી રહ્યું હતું. સોવિયેત સંઘના નેતૃત્વમાં આગળ વધી રહેલા સામ્યવાદી દેશોના યુરોપ પર વધતા જતા પ્રભાવને રોકવા માટે 'નાટો'ની સ્થાપના કરવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.