આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 10 October 2015

♥ ચક્રવર્તી રાજગોપાલાચારી ♥

વકીલ, લેખક, સફળ રાજનીતિજ્ઞા અને હિન્દુ અધ્યાત્મવાદી ચક્રવર્તી રાજગોપાલાચારીની બે દિવસ પછી જન્મજયંતી છે. રાજાજી અથવા સીઆરના હુલામણા નામથી ઓળખાતા રાજગોપાલાચારી આઝાદ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા.

 → આ અત્યંત કુશળ વકીલની ગણના આઝાદી પહેલાંનાં વર્ષોમાં કોંગ્રેસના ટોચના પાંચ લીડર - જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાથે થતી હતી.

→ રાજગોપાલાચારી મહાત્મા ગાંધીના સંબંધી હતા. (રાજમોહન ગાંધી આ બંનેના પૌત્ર છે.) આ પાંચ ટોચના નેતાઓમાંથી નહેરુ, સરદાર પટેલ અને રાજગોપાલ ગાંધીજીના હૃદય, હાથ અને માથું ગણાતા હતા અને તેઓ ગાંધીજીના મૃત્યુપર્યંત તેમની સાથે રહ્યા હતા.

→ રાજગોપાલાચારી ૧૯૫૨થી ૧૯૫૪ લુધી મદ્રાસના ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ગવર્નમેન્ટ છોડયા બાદ, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' મેળવનાર તેઓ પ્રથમ હતા.

→ રાજગોપાલને એક લેખક તરીકે પણ ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની કેટલીક ભાષાઓ પરની પકડ અત્યંત મજબૂત હતી. તમિલમાં તેમનું લખાણ મોડર્ન ક્લાસિક્સ તરીકે ઓળખાતું હતું. પોલિટિક્સ છોડયા બાદ તેઓએ પ્રખ્યાત હિન્દુ ગ્રંથો જેવા કે, રામાયણ, મહાભારતનું સંસ્કૃતમાંથી તામિલ અને ત્યારબાદ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જેના કારણે તેઓને વિદ્વાનો અને ર્ધાિમક દર્શકોની આલોચના સહન કરવી પડી હતી.

→ તેમણે ઉપનિષદ અને ભજ ગોવિંદમ્નું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓની નવલકથા અને ટૂંકી વાર્તાઓ લોકપ્રિય હતી.

→ તેમણે તમિલ સાહિત્યનો પ્રાચીન ભાગ ગણાતા 'તિરુક્કુરલ'નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓનું લખાણ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું. તેમની કેટલીક કવિતાઓને દેશ-વિદેશના જાણીતા ગાયક અને વાદકોએ કમ્પોઝ કરી હતી.

→ રાજગોપાલની રાજનીતિજ્ઞાતા અને દૂરંદેશીનાં આજે પણ વખાણ કરવામાં આવે છે. તેમનું જાહેર જીવન ઉપરાંત ગાંધીજીની દરેક લડાઈમાં ગાંધીજી તેઓને 'મારા અંતરાત્માનો રક્ષક' કહીને સંબોધતા હતા.

→ રાજગોપાલાચારીનું ડિસેમ્બર, ૧૯૭૨માં ટૂંકી બીમારી બાદ મૃત્યુ નિપજ્યું હતું.

♥ સૌજન્ય :-  સંદેશ  ♥

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.