♦ આ વાત હમણાંની જ છે. ઈ.સ.૧૯૫૫માં ક્રિસ્ટોફર કોકેરેલ નામનો એક અંગ્રેજ કે જે બોટ (મ્ર્ટ્વં) ડિઝાઇનર હતો, એના હાથમાં અકસ્માતે કેટલાંક ખાલી ડબ્બાઓના કેન્સ(Cans) આવી ગયાં અને એના મનમાં ઝબકારો થયો, મનમાં નહીં અલબત્ત મગજમાં. મનમાં ઝબકારો થાય તો તો ભવસાગર તરી જવાય હોં ભાઈ!
♦ એણે વેક્યુમ ક્લીનર ઉઠાવ્યું પણ એનો ઉપયોગ એણે (ધૂળ કે રજકણો) ચૂસવાને બદલે એમાંથી હવાને એકસામટી ફેંકવામાં કર્યો અને એણે જોયું કે, આ ક્રિયાથી પોતે પોતાના રસોડાના ટેબલને અધ્ધર ઊંચકી શક્યો હતો, કારણ કે ટેબલની નીચે, તળિયે હવાની ગાદી બની ગઈ હતી. ભાઈશ્રીએ આ પ્રયોગો વિકસાવ્યા.
♦ એ પછી ૧૯૫૯ની સાલમાં પૂરેપૂરા કદનું હોવરક્રાફટ અર્થાત્ 'મંડરાતું- યાન' સાઉન્ડર્સ રોઈની કંપની દ્વારા તૈયાર થયું. એના પાયામાં ક્રિસ્ટોફરભાઈની ડિઝાઇન જ હતી. એ પછી તો હોવરક્રાફટની ડિઝાઇનોમાં પરિવર્તનો થતાં રહ્યાં અને ૧૯૬૨માં બનેલ એક હોવરક્રાફટે સર્વપ્રથમ ઈંગ્લિશ ચેનલને પાર કરી. એ પછી ૧૯૬૨માં વેલ્સ અને ચેશાયર વચ્ચે નિયમિત હોવરક્રાફટ સેવા ઉપલબ્ધ બની અને હવે તો હોવરક્રાફટ હિન્દુસ્તાનમાં પણ 'આવું... આવું!' થઈ રહેલ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.