★ બાંધકામ ક્ષેત્રે અનોખા પ્રયોગ કરવા માટે જાણીતા ચીને વધુ એક પ્રયોગ કરી દેખાડ્યો છે. ગુરુવારે 984 ફૂટ લાંબા કાચના પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પુલ ઉપરથી પસાર થનારા લોકો પારદર્શકતાને કારણે ડરામણા દૃશ્યો જોઈને દંગ રહી ગયા હતા. તે હુશાન પ્રાંતના પિંગજેંગમાં બુદ્ધા પર્વતોની વચ્ચે બનાવવામાં આવ્યો છે. તે જમીનથી 590 ફૂટ ઊંચે બાંધવામાં આવ્યો છે.
★ પહેલાં આ પુલ લાકડાનો બનેલો હતો. તેના માટે 11 જણની ટીમ સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી કામ કરતી હતી. તેમાં લગાવેલા કાચના ટુકડાઓ સામાન્ય કાચ કરતાં 25 ગણા વધારે મજબૂત છે. એક ટુકડાનું વજન 140 કિ. ગ્રા.નું છે. તેને ઉપાડવા માટે ચાર માણસોની જરૂર પડે છે. ખાસ વાત એ રહી કે આ બ્રિજ ઉપર દરેક વ્યક્તિ ડરેલી જોવા મળતી હતી. કોઈ સાથીદાર જોડે હોય તો જ લોકો તેને પાર કરવાની હિંમત કરતા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.