આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 21 October 2015

♥ સળગતી મીણબત્તીને ફૂંક મારતાં હોલવાઈ જાય છે, પણ સળગતા કોલસાને ફૂંક મારતાં વધુ તેજથી સળગે છે, કારણ? ♥

સળગતી મીણબત્તીને ફૂંક મારતાં હોલવાઈ જાય છે. તે માટે વૈજ્ઞાાનિક કારણ નથી, પરંતુ ફૂંકનો સપાટો લગાવવાથી તે હોલવાય છે. તેની સાથે ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડને કશો સંબંધ નથી. જ્યારે સળગતા કોલસાને ફૂંક મારવામાં આવે તો તેના પરની રાખ દૂર થાય છે અને કોલસાને વધુ ઓક્સિજન મળે છે. વધુ ઓક્સિજન મળવાથી તે વધુ તેજથી સળગે છે. એક જ પ્રકારની ફૂંકથી બે અલગ પ્રકારની અસર જોવા મળે છે. મીણબત્તી ન હોલવાય માટે રાસાયણિક કારણ નથી, પરંતુ કોલસો સળગે તે માટે રાસાયણિક કારણ છે. જોકે, ફૂંકથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. માત્ર રાખ દૂર થાય છે એટલું જ. આમાં ફૂંક ઉદ્દીપકનું કામ કરતી નથી એ સમજવા જેવું છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.