••|||•• ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ જાણવું સરળ છે. પરંતુ વર્તુળનું ક્ષેત્રફળ જાણવા માટે 'પાઇ' જરૃરી છે. વર્તુળના પરિઘને વ્યાસ વડે ભાગવાથી પાઇ આંક મળ્યો.
••|||•• કોઇ પણ વર્તુળમાં આ માપ અચળ છે પરંતુ રહસ્યમય છે. પાઇનો આંક એટલે ૨૨ ભાગ્યા ૭. આ આંક પ્રાચીનકાળમાં ગણિતશાસ્ત્રી ટોલોમીએ શોધેલો. વર્તુળની ત્રિજ્યાના વર્ગને પાઇ વડે ગુણતા તેનું ક્ષેત્રફળ આવે.
••|||•• આમ પાઇનો આંક ભૂમિતિ અને ગણિતશાસ્ત્રમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. પરંતુ સાચું કે પૂરું માપ હજી સુધી મળ્યું નથી. ૨૨ ને ૭ વડે ભાગો, ભાગાકાર લંબાવ્યે જ રાખો પણ અપૂર્ણાંકનો છેડો જ ન આવે. એક ગણિતશાસ્ત્રીએ ૩ પછી અપૂર્ણાંકના ૭૦૦ આંકડા લખ્યા પણ રકમ પૂરી થતી નથી.
••|||•• આજે પાઇ એટલે ૩.૧૪૧૫૯ સુધીનો સિમિત આંક ગણતરીમાં વપરાય છે. ભૂમતિની ભાષામાં પાઇને અચળાંક કહે છે. ગ્રીક ભાષાનો સોળમો મૂળાક્ષર 'પાઇ' છે. આ અંકને પણ પાઇ નામ અપાયું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.