મિત્રો, અમને ખબર છે કે હેડિંંગ વાંચીને આપ સૌ વિચારમાં પડી ગયા હશો કે આ શું? ૨૦મી સદી એટલે કંઇક હટકે કરવાની સદી, આમ હટકેની હરોળમાં પોતાનું નામ નોંધાવવા દરેક લોકો કંઇક નવું નવું કરીને ગિનિસ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધવવાની ઇચ્છા રાખે છે અને ઘણાં લોકોને આમાં સફળતા પણ મળે છે. એમાં આપણા ભારતના કાનપુરમાં રહેતા રાધાકાંત વાજયેયીનો પણ સમાવેશ થાય છે.
કાનપુરના આ મહાશયનાં નામે એક અજીબોગરીબ ગિનિસ રેકોર્ડ નોંધાયેલો છે, આપણે ઘણી વખત કોઇ મોટી ઉંમરની વ્યક્તિના કાનની ઉપરના ભાગે વાળ જોતાં હોઇએ છીએ પણ આપણે તેની ઉપર બહુ ધ્યાન નથી અપતા પણ કંઇક હટકે વિચારવાવાળા હંમેશાં દરેક વસ્તુમાં કંઇક હટકે વિચારતાં જ રહેતાં હોય છે. રાધાકાંત વાજપેયીએ પણ આવું જ વિચાર્યું અને સર્જાઈ ગયો ગિનિસ રેકોર્ડ... તેમણે પોતાના કાન ઉપર ઊગતા વાળને શેવિંગથી દૂર નહીં કરી મોટા થવા દીધા અને પાંચ ઇંચ જેટલા લાંબા વાળ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
→ સૌજન્ય :- સંદેશ સમાચાર ←
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.