→ પેરાશૂટ અથવા પેરાશ્યૂટ અથવા હવાઈ છત્રીની સૌથી પ્રથમ ડિઝાઇનની પ્રતિભા લિર્યાનાર્ડો દાવેન્સીને ફાળે જાય છે. એણે ૧૮૪૫માં આવી ડિઝાઇન બનાવી હતી પણ એનો પ્રયોગ થઈ શક્યો નહોતો, કારણ કે, પ્રયોગ કરવાનો કોઈ રસ્તો જ નહોતો.
→ એ પછી ૧૭૮૩માં ફ્રેન્ચમેન એલ. એસ. લેઓનસ્ટ્રેટ દ્વારા એક ઊંચા ટાવર પરથી છલાંગ લગાવી આવા સાહસનું પ્રદર્શન કર્યું હતું.
→ ૧૭૯૧ની સાલમાં પેરિસની ઉપર હાઈડ્રોજન બલૂનનાં ઉડ્ડયન દરમિયાન, આન્ડ્રે જેક્વીસે જ્યારે ઉડ્ડયન કર્યું ત્યારે અને એ સમયે હવાઈ છત્રી દ્વારા નીચે ઊતરવાની શોધ કરી હતી ત્યારે આવી હવાઈ છત્રી એક વિશાળ તગારા જેવા પ્રકારની હતી અને કેન્વાસ છત્રી જેવી આ મોટી છત્રી ૨૩ ફૂટની હતી, જે પેલાં તગારાની ઉપર બંધાયેલ હતી, એણે આવી, પોતાની જ આવિષ્કૃત છત્રીમાં રહી બલૂનમાંથી કૂદકો માર્યો અને જ્યારે તે ભૂમિ પર આવ્યો ત્યારે ઊલટીઓ કરી કરીને અધમૂવો થઈ ગયો હતો. આ પ્રથમ માણસ હતો કે જે એરસીકનેસનો ભોગ બન્યો હતો. એણે જાણી લીધું કે પોતાની હવાઈ છત્રીમાં એણે હવાને બહાર નીકળવાનો માર્ગ રાખ્યો નહોતો, આથી એણે પોતાના બીજા હવાઈ કૂદકા દરમિયાન કેન્વાસને મથાળે એક નાનકડું છિદ્ર રાખ્યું, એનો પ્રયોગ સફળ રહ્યો.
→ એ પછી ૧૮૦૮માં આ જ માણસ આન્ડ્રે જેક્વીસ ગાર્નિયની આ આવિષ્કૃત શોધનો ઉપયોગ કટોકટીના સમયે સૌથી પ્રથમ વખત પોલેન્ડના વોર્સોમાં થયો.
→ મોન્ટગોલ્ફિયર બલૂન ઉડ્ડયન દરમિયાન આગમાં ઝડપાયું અને બલૂનમાં રહેલ જોરાકી ફુરાપેન્ટોએ જીવ બચાવવા ગાર્નિયનની હવાઈ છત્રી દ્વારા કૂદકો માર્યો.
→ ૧૯૧૨માં અમેરિકામાં કૂદકો મારનાર હતો આલ્બર્ટ બેરી જે એક પેરાશૂટ જમ્પરનો કલાબાજ હતો. બેરીના પેરાશૂટની એક લાઇન એરક્રાફટ સાથે સંલગ્ન હતી કે જે દ્વારા પેરાશૂટ ખૂલતી હતી.
→ એક જ વર્ષે એફઆરલો દ્વારા ખોલવાની દોરી સાથેના પેરાશૂટ કે જે 'સ્ટિવન્સ લાઇફ જેક' તરીકે જાણીતું હતું. એ દ્વારા પ્રયોગ કર્યો હતો. ૧૯૧૯માં એલ ઇરવિને પુનઃ અમેરિકામાં પ્રથમ એવી હવાઈ છત્રી દ્વારા પ્રયોગ કર્યો હતો કે જે હવાઈ છત્રી વિશે કોઈ ટીકા-ટિપ્પણી થઈ નહોતી. આ ખોલવાની દોરીવાળી હવાઈ છત્રી, એ જ અત્યારની આધુનિક હવાઈ છત્રીઓમાં અગ્રેસર હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.