♦ ભારતીય બજારમાં ઘણી એવી બ્રાન્ડ્સ છે, જેનો ઉપયોગ ઘણાં દાયકાથી કરવામાં આવે છે. આ બ્રાન્ડ્સ એટલી પ્રખ્યાત છે કે, લોકો તેને એવું જ વિચારીને ખરીદે છે કે તે ભારતીય છે, જે હકીકતમાં એવું નથી. લોકોના દિમાગ પર રાજ કરતી આ પ્રોડક્ટ વાસ્તવમાં વિદેશી બ્રાન્ડ છે. આ પ્રોડ્ક્ટસને એ રીતે પ્રમોટ કરવામાં આવે છે કે, જાણે તે લોકલ જ હોય. ભાસ્કર આજે તમને આવી જ કેટલીક બ્રાન્ડ્સ વિશે જણાવી રહ્યું છે.
••• ♥ વિક્સ ♥ •••
વિક્સની સુગંધને દરેક વ્યક્તિ ઓળખતીજ હશે. નાક બંધ થવાથી લઇને માથાના દુઃખાવા સુધી વિક્સ વેપોરેબનો ઉપયોગ સૌથી પહેલા કરવામાં આવે છે. વેપોરબની શરૂઆત નોર્થ કેરોલિના સ્થિત રિચર્ડ્સન વિક્સે કરી હતી. તેને વર્ષ 1985માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (પીએન્ડજી)ને વેચી દેવામાં આવી અને તેનું નામ વેપોરબથી બદલીને વિક્સ રાખવામાં આવ્યું. ત્યાર બાદ તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી. ભારતમાં પણ વિક્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. હવે કોઈ એવું નથી કહેતું કે, વિક્સ અમેરિકાની બ્રાન્ડ છે.
••• ♥ પોન્ડ્સ ♥ •••
ભારતમાં કોલ્ડ ક્રીમના નામથી સૌથી પોપ્યુલર બ્રાન્ડ પોન્ડ્સ છે. પોન્ડ્સ ક્રીમની શોધ અમેરિકાના ફાર્માસિસ્ટ થેરોન ટી. પોન્ડે 1846માં કરી હતી. પોન્ડને તેને નાની ઈજાને ઠીક કરવા માટે બનાવી હતી. 1866માં પોન્ડ્સને કેટલાક રોકાણકારો મળ્યા અને પોન્ડ નામથી એક કંપનીની શરૂઆત કરવામાં આવી.
1923 સુધી અમેરિકામાં પોન્ડ બ્રાન્ડ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે, રોમાનિયાની મહારાણીએ કંપનીને પત્ર લખીને વધારે સપ્લાઈની માગ કરી. 1955માં પોન્ડ કંપની ચેજીબ્રોટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે મર્જ થઈ ગઈ. ત્યાર બાદ 1987માં તેને યૂનિલિવરની સાથે મર્જ કરવામાં આવી. કેટલાક સમય બાદ જ તેને ભારતમાં રજૂ કરવામાં આવી. આજ આ પ્રોડક્ટ હિન્દુસ્તાન યૂનિલિવરની પાસે છે. એંગ્લો ઇન્ડિયન કંપની હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડની પાસે ઘણી પ્રોડક્ટ છે, જેમ કે, લક્સ, ક્લીનિક પ્લસ, ડવ, સનસિલ્ક, વેસ્લીન, લેક્મે, પેપ્સોડન્ટ વગેરે.
••• ♥ રેનોલ્ડ્સ ♥ •••
સ્કૂલથી લઇને કોલેજ સુધી અને ઘરથી લઇને ઓફિસ સુધી બોલ પેનનો ઉપયોગ રેનોલ્ડે જ શીખવાડ્યો. આ પેનની કિંમત બીજી પેનની તૂલનામાં ઘણી ઓછી રાખવામાં આવી છે. સામાન્ય ધારણા એવી છે કે, પેન દેશી છે. જોકે, 1892માં જન્મેલ મિલ્ટન રેનોલ્ડ્સે તેની શરૂઆત કરી હતી. અમેરિકામાં બોલપોઈન્ટ, પેન વેચતા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ભારતીય બજારમાં આ ઘણી પ્રખ્યાત છે.
••• ♥ કોલગેટ ♥ •••
ભારતીય બજારમાં સૌથી વધારે પોપ્યુલર કન્ઝ્યુમર બ્રાન્ડ કોલગેટ છે. તેની શરૂઆત અમેરિકાની કંપની કોલગેટ-પામોલિવે કરી હતી. કોલગેટ પ્રથમ એવી ટૂથપેસ્ટ હતી જેને ટ્યૂબમાં 1896માં રજૂ કરવામાં આવી હતી. આ પહેલા સુધી તેને ગ્લાસ જારમાં વેચવામાં આવતી હતી. કંપનીએ તેને 1873માં વેચવાનું શરૂ કર્યું. તેને કંપનીના સ્થાપક વિલિયમ કોલગેટના મૃત્યુ બાદ 16 વર્ષ બાદ રજૂ કરવામાં આવી હતી. 1920માં કોલગેટનું ઉત્પાદન ભારત અને નેપાળમાં શરૂ કરવામાં આવ્યું. 1992માં કોલગેટે ભારતમાં પ્રથમ ફેક્ટરીની શરૂઆત કરી હતી.
••• ♥ મેગી ♥ •••
મેગી એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે જે નેસ્લેએ 1947માં ખરીદી હતી. વાસ્તવમાં તેની શરૂઆત 1872માં જુલિયસ મેગીએ કરી હતી. તે સમયે આ બ્રાન્ડ મેગી નૂડલ્સ, મેગી ક્યૂબ અને મેગી સોસ માટે પ્રચલિત હતી. જૂલિયસ મેગીએ જર્મનીના સિંજેન શહેરમાં મેગી જીએમબીએચ નામથી કંપની શરૂ કરી, જે આજે પણ ઉપલબ્ધ છે. વર્ષ 1947માં તેનો માલિકી હક અને કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો. 1982માં ભારત આવેલ નેસ્લેએ મેગી નૂડલ્સને 2 મિનિટ ટેગલાઈનની સાથે લોન્ચ કરી.
••• ♥ લાઈફબોય ♥ •••
હાં, લાઈફબોય પણ ભારતીય બ્રાન્ડ નથી. લાઈફબોયનું મેન્યુફેક્ચરિંગ યૂનિલિવર જ કરી રહી છે. તેની શરૂઆત લીવર બ્રધર્સે કરી હતી.
••• ♥ હોર્લિક્સ ♥•••
ભારતમાં દૂધનો સ્વાદ બદલવામાં સૌથી મોટી ભૂમિકા હોર્લિક્સની રહી છે. બાળકોમાં હોર્લિક્સ બ્રાન્ડ ઘણી પસંદ કરવામાં આવી. આ બ્રાન્ડને દેશી જ માનવામાં આવે છે. જોકે, હોર્લિક્સ પ્રથમ બ્રિટિશ બ્રાન્ડ છે જે ભારતમાં આવી. તેનું પ્રોડક્શન ગ્લેક્સોસ્મીથકેલાઈન કરી રહી છે.
★ Special Thnx :- Divyabhaskar ★

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.