આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 24 October 2015

♥ સૌથી લાંબી જીભ ♥



સામાન્ય રીતે લોકો બોલકી સ્ત્રીઓ અને બોલકી વ્યક્તિને એવું પૂછતાં હોય છે કે તામારી જીભ કેટલી લાંબી છે? આટલું બધું બોલી શકો છો તો કેટલી લાંબી જીભ ધરાવો છો? અલબત્ત આ વાત માત્ર મજાક ખાતર જ હોય છે, કારણ કે લોકો વધારે બોલતી વ્યક્તિને મજાકમાં જ આ વાક્ય પૂછી લેતાં હોય છે, પરંતુ ખરેખર જો આવો કોઇ કિસ્સો આપણને સાંભળવા મળે કે કોઇ વ્યક્તિની જીભ નોર્મલ સાઇઝ કરતાં લાંબી છે તો આપણને થોડું આશ્ચર્ય જરૂરથી થાય. સામાન્ય રીતે માનવીની જીભ ત્રણ ઇંચ લાંબી હોય છે, જોકે માત્ર ત્રણ ઇંચ લાંબી જીભ માનવીને હેરાન કરી શકે છે અને મુશ્કેલીમાં મુકી શકે છે, છતાં અમુક જગ્યાએ લાંબી જીભ રેકોર્ડ પણ બનાવી શકે છે. આ વાંચીને તમને જરૂરથી હસવું આવશે, દોસ્તો આ વાત સાચી છે.

★ કેલિફોર્નિયાના ૨૪ વર્ષીય નિક સ્ટોબેર્લ માટે આ વાત સો ટકા સાચી પડી છે. નિક પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાની જીભને કારણે નોંધાવી શક્યો હતો. નિકની જીભની લંભાઈ નોર્મલ લોકો કરતાં ત્રણ ગણી વધારે છે, જે ૧૦.૧ સેન્ટિમીટરની છે, જેને કારણે નિકનું નામ દુનિયામાં સૌથી વધારે લાંબી જીભ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ગયું છે અને આમ નિકનાં નામે એક અનોખો ગિનિસ રેકોર્ડ નોંધાઇ ચૂક્યો છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.