» સેટેલાઇટ એટલે વિજ્ઞાનીઓએ બનાવેલો કૃત્રિમ ઉપગ્રહ કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહીને સંદેશા વ્યવહાર, જાસૂસી, હવામાનના વર્તારા કરવામાં ઉપયોગી થાય છે.
» વિશ્વનો પ્રથમ સેટેલાઇટ ૧૯૫૭ના ઓક્ટોબરમાં રશિયાએ છોડેલો. તેનું નામ સ્પુટનિક-૧ હતું. ત્યારબાદ અમેરિકાએ ૧૯૫૮માં એક્સપ્લોરર-૧ સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકેલો.
» ભારતે તેનો પ્રથમ સેટેલાઇટ રોહિણી ડી-૧ ૧૯૮૦ના જુલાઈમાં અવકાશમાં તરતો મૂકેલો. તે અગાઉ ૧૯૭૫માં આર્યભટ્ટ સેટેલાઇટ તરતો મૂકેલો.
» હાલ સુધીમાં લગભગ ૬૬૦૦ સેટેલાઇટ લોન્ચ થયા છે જેમાંથી ૩૬૦૦ જેટલા ભ્રમણ કક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેમાંથી ૧૦૦૦ જેટલા હાલમાં કાર્યરત છે.
» અમેરિકાનું સ્પેસ સર્વેલન્સ નેટવર્ક અવકાશમાં ફરતા સેટેલાઇટ અને અન્ય પદાર્થોનું નિરીક્ષણ રાખે છે. તેના હિસાબે પૃથ્વીની આસપાસ ૮૦૦ જેટલા માનવરહિત પદાર્થો ફરી રહ્યા છે.
» ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલો સૌથી મોટો સેટેલાઇટ છે.
» પૃથ્વીના વિષુવવૃત્તને સમાંતર રહી પૃથ્વીની ગતિ સાથે તાલ મેળવી ફરતા સેટેલાઇટને જીઓસ્ટેશનરી સેટેલાઇટ કહેવાય છે તે પૃથ્વીના એક જ સ્થળ પર રહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.