આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 30 September 2015

♥ પ્લાસ્ટર ઓફ પેરિસ ♥

→ મૂર્તિઓ અને રમકડાં બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ નામનો સફેદ નરમ, વજનમાં હળવો અને મુલાયમ માટી જેવો પદાર્થ વપરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ ચૂના જેવો પદાર્થ છે. કેલ્શિયમ સલ્ફેટ અને જિપ્સમના મિશ્રણને ખૂબ જ ગરમીમાં તપાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. ફ્રાન્સમાં પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓમાં પુષ્કળ પ્રમાણમાં જીપ્સમ મળી આવે છે એટલે તેનો ઉદ્યોગ વધુ ખીલ્યો છે. પેરિસ નજીક હોવાથી જ તેનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ પડયું છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિડાઇટેટ છે.

→ પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ માટી જેવો હોય છે તેમાં પાણી ભેળવીને તેને ગમે તે ઘાટ આપી શકાય છે. ઘાટ આપ્યા પછી તે સૂકાઈ જાય ત્યારે તેનો ઘાટ અકબંધ રહે છે અને ફરીવાર પાણીમાં પીગળતો નથી એટલે તેને પ્લાસ્ટર કહે છે. રમકડાં, મૂર્તિઓ અને હોસ્પિટલોમાં તૂટેલા હાડકા સાંધવા માટે બાંધવામાં આવતું પ્લાસ્ટર પણ આ જ પદાર્થનું હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી વસ્તુઓ જો કે ટકાઉ હોતી નથી.

→ પ્લાસ્ટર ઓફ પેરિસને પાણીમાં પલાળ્યા બાદ ૧૦ મિનિટે જામવાની પ્રક્રિયા શરૃ થાય છે ને ૪૫ મિનિટમાં જામીને તે આકાર ધારણ કરી લે છે. ૭૨ કલાક સુકાયા બાદ તે મજબૂત બને છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.