→ વનસ્પતિથી પૃથ્વી સુંદર બની છે. વનસ્પતિનું સૌંદર્ય ફૂલોને આભારી છે. રંગબેરંગી અને સુગંધીદાર ફૂલ એ સૌંદર્યનું પ્રતીક છે. અન્ય સજીવ સૃષ્ટિની જેમ ફૂલોમાં પણ વૈવિધ્ય હોય છે. કેટલાંક અજાયબીભર્યા ફૂલોને પણ ઓળખવા જેવાં છે.
♣ વનસ્પતિ જગતનું સૌથી મોટું ફૂલ રાફલેશિયા ૩ ફૂટ વ્યાસનું હોય છે અને વજન ૭ કિલો. આ ફૂલ સુગંધને બદલે દુર્ગંધ ફેલાવે છે.
♣ ઘણા ફૂલોના ઝૂંડ હોય છે. બોલિવિયાનું રાયમોન્દી ફૂલનાં ઝુમખાં ૮ ફૂટ વ્યાસના હોય છે. એક ઝુમખામાં ૮ થી ૧૦ હજાર ફૂલ હોય છે.
♣ બધા ગુલાબ સવારે ખીલે પણ પ્રાઈમ રોઝ ગુલાબ સાંજે ખીલે છે. સૂર્યાસ્ત થાય એટલે પ્રાઈમ રોઝની પાંદડીઓ અવાજ સાથે ખીલે છે.
♣ તણખલા જેવા ઘાસને પણ ફૂલો હોય છે. આયરિશ ઘાસ જેવો છોડ તેમાં નાનકડું એક જ ફૂલ ખીલે. તે કરમાઈને ખરી પડયા પછી જ બીજું ફૂટે.
♣ ઘણા ફૂલોનો આકાર વિચિત્ર હોય છે. ઉત્તર આફ્રિકામાં થતાં સ્નેપડ્રેગનનો આકાર ડ્રેગનના મોઢા જેવો હોય છે. ૧૫ થી ૩૦ ઈંચ ઉંચાઈના છોડ પર થતાં સ્નેપડ્રેગન ફૂલની વિવિધ રંગની ૨૧ જાત થાય છે.
♣ તમને જાણીને નવાઈ લાગશે પણ સ્નેપડ્રેગન ફૂલમાંથી કાળા રંગના ફળ બેસે છે તેનો આકાર માનવ ખોપડી જેવો બિહામણો હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.