÷~♦એલ્યુમિનિયમનો શોધક - ચાર્લ્સ માર્ટિન હોલ ♦~÷
→ આપણી આસપાસ અને રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓમાં એલ્યુમિનિયમનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એલ્યુમિનિયમ નરમ, ગરમી અને વીજળીની સુવાહક, વજનમાં હળવી અને કિંમતમાં સસ્તી હોવાથી તેનો ઉપયોગ શક્ય બન્યો છે.
→ લોખંડ પછી વિશ્વમાં સૌથી વધુ વપરાતી આ બીજી ધાતુ છે.
→ એલ્યુમિનિયમ પૃથ્વીમાંથી ખનિજ સ્વરૃપે મળે છે. પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં છે. એલ્યુમિનિયમ જમીનમાંથી સીધી મળતી નથી. પરંતુ અન્ય કાચી ધાતુમાંથી છૂટી પાડવી પડે છે.
→ એલ્યુમિનિયમ મેળવવાની સૌથી સસ્તી પદ્ધતિ ચાર્લ્સ માર્ટિન હોલ નામના વિજ્ઞાાનીએ ઇ.સ.૧૮૮૬માં કરેલી.
→ ચાર્લ્સ માર્ટિન હોલનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના થોમ્પસન શહેરમાં ઇ.સ. ૧૮૬૩ના ડિસેમ્બરની ૬ તારીખે થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં તેની માતા પાસેથી મેળાવ્યું હતું. તેના પિતા અને મોટી કેમિસ્ટ્રીનો અભ્યાસ કરતાં હતા. ચાર્લ્સ પણ તેમના પુસ્તકો વાંચીને કેમિસ્ટ્રીમાં રસ લેવા માંડયો. ૮ વર્ષની ઉંમરે ચાર્લ્સને ઓબ ર્લીનની હાઇસ્કૂલમાં ભણવા મૂકવામાં આવ્યો. માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરીને તે સ્થાનિક કોલેજમાં જોડાયેલો. તેને વિજ્ઞાનના પ્રયોગોમાં ખૂબ જ રસ હતો. તેની કોલેજમાં પ્રોફેસર જેવેટ જર્મનીથી એલ્યુમિનિયમનો નમૂનો લાવેલા પરંતુ કાચા ખનીજમાંથી શુધ્ધ એલ્યુમિનિયમ મેળવવાની સરળ અને સસ્તી પધ્ધતિ કોઇ જાણતું નહોતું.
→ માર્ટિન હોલે ઇ.સ.૧૮૮૧માં એલ્યુમિનિયમ મેળવવાના પ્રયાસો કર્યા. પાંચ વર્ષની મહેનત બાદ તેણે ઇલેકટ્રોલીઝ પદ્ધતિથી એલ્યુમિનિયમ મેળવવાની સસ્તી અને સરળ રીત શોધી કાઢી ત્યાર બાદ તેણે એલ્યુમિનિયમ સંબંધ નવી ૨૨ શોધો પણ કરી.
→ આ ઉપયોગી શોધો બદલ તેને પર્કીન મેડલ સહિત અનેક એવોર્ડ મળેલા. ઇ.સ.૧૯૧૪ના ડિસેમ્બરની ૨૭ તારીખે તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.