÷~♦ બ્લડ ટેસ્ટનો શોધક - સોલોમન બર્સન ♦~÷
→ માણસને થતા રોગોના નિદાન માટે બ્લડ ટેસ્ટ જરૃરી છે. આપણા લોહીમાં અનેક દ્રવ્યો હોય છે. રાસાયણિક પૃથક્કરણ કરીને આ બધા દ્રવ્યોનું પ્રમાણ જાણવાથી કેટલાક રોગોનું નિદાન થઇ શકે છે. આ ટેસ્ટ કરવાની સરળતા ઊભી કરવા લોહીનું રાસાયણિક પૃથક્કરણ જરૃરી છે. આ પદ્ધતિની શોધ સોલોમન બર્સન નામના અમેરિકી વિજ્ઞાાનીએ કરી હતી. આ શોધ તેણે એક સાથી વિજ્ઞાની સાથે મળીને કરેલી. ૧૯૭૭માં આ શોધ બદલ નોબેલ ઇનામ એનાયત થયું હતું. પરંતુ તે સમયે બર્સનનું અવસાન થઇ ગયું હતું એટલે નોબેલ ઇનામ તેના સાથી વિજ્ઞાની એલોને એનાયત થયું હતું.
→ સોલોમનનો જન્મ ન્યૂયોર્કમાં ઇ.સ.૧૯૧૮ના એપ્રિલની ૨૨ તારીખે થયો હતો. બાળપણમાં તે સંગીત અને ચેસની રમતમાં નિપુણ હતો. ન્યૂયોર્કની સીટી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી.ની ડિગ્રી મેળવી હતી. બે વર્ષ રોનામાં સેવા આપ્યા બાદ ૧૯૫૦માં તેણે સંશોધનો શરૃ કર્યા. બ્રોન્કસ ખાતેની હોસ્પિટલમાં તે જોડાયો. તેણે રોસાલીન એલો નામના વિજ્ઞાાની સાથે રહીને સંશોધનો કર્યા. બંનેએ મનુષ્યના લોહીનું રાસાયણિક પૃથક્કરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સૌ પ્રથમ કામ તેમણે લોહીમાં ઇન્સ્યૂલીનનું પ્રમાણ શોધી કાઢવાનું કામ કર્યું. આ માટે બંનેએ રેડિયો ઇમ્યુ નોએસે પધ્ધતિ વિકસાવી. તે જાણીતો બન્યો. તેને ન્યૂયોર્કની યુનિવર્સિટીની મેડિસીન સ્કૂલમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી. તેણે લોહીમાં અન્ય હોર્મોન અંગે પણ સંશોધનો કર્યા.
→ ઇ.સ.૧૯૭૨ના એપ્રિલની ૧૧ તારીખે એન્ટલાન્ટિક સીટી ખાતે એક વિજ્ઞાાન પરિષદમાં હાજરી આપવા ગયો અને ચાલુ સભામાં હૃદયરોગના હુમલાથી તેનું અવસાન થયું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.