★ પૃથ્વી પરના મહાસાગરોની સરેરાશ ઊંડાઇ ૩.૯ કિલોમીટર છે. સૌથી વધુ ઊંડાઇ પેસિફિક સમુદ્રમાં મેરિયન ટ્રેન્ચમાં છે.
★ મહાસાગરની સૌથી વધુ ઊંડાઇ ધરાવતો મેરિયન ટ્રેન્ચ ૨૫૦૦ કિલોમીટર લાંબો અને ૬૯ કિલોમીટર પહોળા પટ્ટાનો વિસ્તાર છે. તે ૧૧ કિલોમીટર ઊંડો છે.
★ સૂર્યપ્રકાશ સમુદ્રમાં ૨૪૦ ફૂટની ઊંડાઇ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ સર્વત્ર અંધકાર હોય છે.
★ પૃથ્વી પરનો સૌથી વધુ ગરમ સમુદ્ર રેડ ઝ્ર રાતો સમુદ્ર છે જ્યાં સતત ૩૦થી ૩૫ ડિગ્રી તાપમાન રહે છે.
★ પૃથ્વી પરનો સૌથી ઠંડો સમુદ્ર રશિયાનો વ્હાઇટ સી જ્યાં હમેશાં માઇનસ બે ડિગ્રી તાપમાન રહે છે.
★ પૃથ્વી પરનો સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે.
★ પેસિફિક સમુદ્રમાં સૌથી વધુ લગભગ ૨૫૦૦૦ જેટલા ટાપુઓ છે.
★ સમુદ્રોની સપાટી સતત વધ્યા કરે છે. ૧૦૦૦૦ વર્ષ પહેલા સમુદ્રની સરેરાશ સપાટી આજે છે તેના કરતાં ૩૩૦ ફૂટ નીચી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.