આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 5 September 2015

♥ અજબ ગજબની ધાતુઓ ♥

★ તાંબું કુદરતી રીતે જ બેક્ટેરિયા રહિત છે.

★ અત્યાર સુધી મળેલી ધાતુઓમાં અનઅનોકિરથમ સૌથી વધારે ભારે ધાતુ છે. તેની રાસાયણિક સંજ્ઞા ‘UVo’ છે. તેનો એટમિક નંબર ૧૧૮ છે.

★ રૂથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, ચાંદી, ઓસ્મિયમ, ઈરિડિયમ, પ્લેટિનમ અને સોનું આ નોબલ ધાતુઓ કહેવાય છે જેને કાટ લાગતો નથી.

★ કેલિફોર્નિયમ સૌથી મોંઘો પદાર્થ છે જેની કિંમત એક ગ્રામના ૬.૮ કરોડ ડોલર થાય છે.

★ એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ મળી આવતી ધાતુ છે.  પૃથ્વીના વજનના ૮ ટકા.

★ ગેલિયમ ધાતુ આપણા હાથમાં લઈએ તોય પીગળી જાય. તે ૨૯.૭૬ સેન્ટિગ્રેડ ગરમીથી પણ પીગળી જાય છે.

★ પૃથ્વીના પેટાળમાં એટલું સોનું છે કે જેના વડે સમગ્ર પૃથ્વીની સપાટી પર બેથી અઢી ફૂટનો થર બનાવી શકાય.

★ ટંગસ્ટન ધાતુ ખૂબ ઊંચું તાપમાન સહન કરી શકે છે. તે સૌથી વધુ ૩૪૧૦ સેન્ટીગ્રેડ તાપમાને પીગળે છે.

★ ૧૦ ગ્રામ સોનામાંથી લગભગ ૩૦ કિલોમીટર લાંબો પાતળો વાયર બનાવી શકાય.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.