★ હાથી જમીન પર વસનારું સૌથી મોટું પ્રાણી છે. કદાવર હોવા છતાંય તે પાણીમાં સારી રીતે તરી શકે છે અને જમીન પર ૬ કિલોમીટરની ઝડપે ચાલે છે.
★ પ્રાણીઓમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે.
★ હાથીની સૂંઢ તેનો વિશિષ્ટ અવયવ છે તેમાં ૫૦૦૦૦ કરતાં વધુ સ્નાયુઓ હોય છે. સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉઠાવી શકે છે.
★ હાથી સૂંઢમાં પાણી ભરીને મોંમાં ઠાલવે છે. આ રીતે તે દરરોજ લગભગ ૧૦૦ લિટર પાણી પીએ છે.
★ હાથીની ચામડી ૧ ઈંચ જાડી હોય છે પરંતુ તેના પર મચ્છર બેસે તોય હાથીને ખબર પડી જાય.
★ હાથીને દરરોજ ૨૦૦ કિલો ખોરાક જોઈએ.
★ હાથીની આંખો નાની હોય છે અને દૃષ્ટિ નબળી હોય છે.
★ હાથીના સૂપડા જેવા કાન સાંભળવાનું કામ ઓછું કરે છે પરંતુ શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે.
★ હાથી એક વડીલ હાથીની આગેવાની હેઠળ ટોળામાં રહે છે.
★ હાથીના દંતશૂળ વિશિષ્ટ અંગ છે. આફ્રિકન હાથીના દંતશૂળ ૩ મીટર લાંબા હોય છે. હાથીદાંત કીંમતી દ્રવ્ય ગણાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.