★ આપણી આંખ લાખો રંગ પારખી શકે છે. એકલા રાખોડી રંગના જ સેંકડો શેડ ઓળખી શકે છે.
★ આંખનો કોર્નિયા એકમાત્ર અવયવ છે જેમાં રક્તવાહિનીઓ નથી.
★ હોજરીમાં ઉત્પન્ન થતા પાચક રસોમાં એસિડ પણ હોય છે. આ એસિડ જસતના સિક્કાને પણ પિગળાવી દે એટલો જલદ હોય છે.
★ આપણો સૌથી મોટો અવયવ ચામડી છે. પુખ્ત માણસની ચામડી ૨૦ ચોરસફૂટ જગ્યા રોકે છે.
★ આપણા લોહીમાંના અર્ધા ઉપરાંતના રક્તકણો સાત દિવસમાં બદલાઈ ગયા હોય છે.
★ માણસના શરીર પર સૌથી વધુ ઝડપથી વધતું દ્રવ્ય તેના વાળ છે. એક જ દિવસમાં આપણા બધા વાળની લંબાઈમાં થયેલા વધારાનો સરવાળો લગભગ ૩૫ મીટર થાય.
★ મગજના જ્ઞાાનતંતુઓ એકબીજાને વીજપ્રવાહ વડે ૨૭૪ કિલોમીટરની ઝડપે સંદેશા મોકલે છે એટલે એક જ સેકંડમાં આ સંદેશો ૮ મીટર દૂર પહોંચી જાય.
★ આંખના પોપચાના સ્નાયુઓમાં પાંચ પડ હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.