આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 21 September 2015

♥ સૌથી મોટું અને વજનદાર પક્ષી - શાહમૃગ ♥

♠ પક્ષી જગતમાં સૌથી કદાવર અને વજનદાર પક્ષી શાહમૃગ ૧૦ ફૂટ ઊંચું અન ૨૦૦ કિલોગ્રામ વજનનું હોય છે.

♠ શાહમૃગ ઊડી શકતા નથી પરંતુ સૌથી વધુ કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

♠ શાહમૃગના લાંબા પગ એક જ ડગલામાં ૧૦થી ૧૫ ફૂટની ફાળ ભરીને દોડે છે.

♠ શાહમૃગના આંતરડાં ૧૪ ઇંચ લાંબા હોય તેથી તે અન્ય પક્ષીઓ ખાઇ ન શકે તેવી વનસ્પતિ પણ ખાય છે.

♠ શાહમૃગના ઇંડાં ૬ ઇંચ લાંબાં અને દોઢ કિલો વજનના હોય છે.

♠ બધા પક્ષીઓમાં શાહમૃગની આંખ મોટી હોય છે. શાહમૃગની આંખની કીકી ૨ ઇંચ વ્યાસની હોય છે.

♠ શાહમૃગના પગ શક્તિશાળી હોય છે. તેની એક જ લાતથી ચિત્તો  પણ ભોંયભેગો થઇ જાય.

♠ શાહમૃગ કદી પાણી પીતા નથી તે ખોરાકમાંથી જ પાણી મેળવી લે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.