→ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠું નખાય છે. આપણે મીઠાઇ સિવાયની દરેક વાનગીમાં મીઠું નાખીએ છીએ. મીઠા વિનાના દાળ- શાક ફિક્કા લાગે આ જાણીતી વાત છે પરંતુ મીઠા વિશે કેટલીક નવાઇ ભરી વાતો પણ રસપ્રદ છે.
♦ આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠું હોય છે. મગજમાંથી શરીર તરફ આવતા જતાં સંદેશા હળવા વીજ પ્રવાહથી થાય છે. તેમાં મીઠાની ભૂમિકા મહત્વની છે.
♦ મીઠું સમુદ્રનું પાણી સુકાઇ ગયા પછી વધેલો સામાન્ય ક્ષાર છે. તેનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. આ બંને ધાતુઓ છે.
♦ દરિયાના પાણી ઉપરાંત કેટલીક જગ્યાએ જમીનમાંથી ખનીજ તરીકે પણ મીઠું મળે છે.
♦ મીઠું બેક્ટેરિયાનો નાશ કરે છે. ખોરાકને લાંબો સમય સાચવી રાખવા મીઠાનો ઉપયોગ થાય છે.
♦ તમને નવાઇ લાગશે પરંતુ ઇથોપિયા, તિબેટ જેવા કેટલાક દેશોમાં પ્રાચીન કાળમાં મીઠાના ગાંગડાનો નાણાંના સિક્કાની જેમ ચલણમાં ઉપયોગ થતો.
♦ પ્રાચીન રોમમાં સૈનિકોને પગારમાં મીઠું આપવામાં આવતું. પગાર માટેનો 'સેલેરી' શબ્દ 'સોલ્ટ' ઉપરથી બન્યો છે.
♦ જાપાનમાં શુભ કાર્યો કરતાં પહેલા આસપાસમાં મીઠું છાંટવાની પરંપરા છે. તેનાથી અનિષ્ટ તત્વો દૂર રહે છે. તેવી માન્યતા છે.
♦ ઠંડા પ્રદેશોમાં રસ્તા પર જામેલો બરફ દૂર કરવા તેની ઉપર મીઠું છાંટવામાં આવે છે. અમેરિકામાં ખોરાક કરતા રસ્તા સાફ કરવામાં વધુ મીઠું વપરાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.