♦ ઓક્ટોપસ પોતાના શરીરને સૌથી વધુ સંકોચી શકે છે. ૨૭૦ કિલો વજનનું ઓક્ટોપસ નાનકડી વીંટીમાંથી પણ પસાર થઈ શકે છે.
♦ ટુઅટારા જાતની ગરોળીના કપાળમાં ત્રીજી આંખ હોય છે જેનાથી તે અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે.
♦ અમેરિકાના ઓરેગાંવમાં ૨૪૦૦ વર્ષ જુનું હની મશરૂમ ૮.૪ કિલોમીટર જગ્યા રોકે છે. વિશ્વનો આ સૌથી મોટો સજીવ કહેવાય છે.
♦કાંગારૃ રેટ જીવનભર પાણી વિના જીવી શકે છે.
♦ ડોલ્ફિન પાણીમાં તરતી રહીને એક આંખ બંધ કરીને ઊંઘ લઈ લે છે.
♦ કેટફિશ પોતાનાં ઇંડાં મોંમાં રાખીને સેવે છે.
♦ અલાસ્કાના વૂડ ફ્રોગ દેડકાં, બરફમાં થીજી ગયા પછી પણ ઘણા મહિના જીવીત રહે છે અને બરફ પીગળતાં જ જીવતાં થઈ સક્રિય થઈ જાય છે.
♦ કેટલાંક અળસીયાના શરીરમાં ૧૦ હૃદય હોય છે એટલે તેના ટૂકડા થયા પછી પણ સ્વતંત્ર રીતે બંને ટુકડા જીવી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.