→ આપણી સૂર્યમાળામાં ૮ ગ્રહ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. આ બધા ગ્રહો એક સાથે શોધાયા નથી. એક સમયે સૂર્યમાળામાં ૯ ગ્રહો હતા પરંત પ્લુટોને ગ્રહનું બિરુદ પાછું ખેંચાયા પછી આઠ ગ્રહો રહ્યા છે. ૧૭મી સદીમાં સૂર્યમાળામાં ૬ જ ગ્રહ હોવાનું લોકો જાણતા હતા હતા.
→ ઇ.સ. ૧૭૮૧માં વિલિયમ હર્ષલ નામના વિજ્ઞાાનીએ સાતમો ગ્રહ શોધી કાઢયો તેને હર્ષલ નામ અપાયેલું પરંતુ પાછળથી તેને યુરેનસ તરીકે ઓળખાય છે.
→ યુરેનસ સૂર્યથી ઘણો દૂર હોવાથી ઘણી વિશિષ્ટતા ધરાવે છે. યુરેનસ ૫૧૮૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવે છે તે ગ્રહમાળામાં કદની દૃષ્ટિએ ત્રીજો ગ્રહ છે.
→ સૂર્યથી દૂર હોવાથી આ ગ્રહ તદ્દન ઠંડો છે. યુરેનસ પર વાવાઝોડા ખૂબ થાય છે એટલે લીલા ભૂરા રંગના વાદળો છવાયેલા રહે છે. યુરેનસની ધરી ૯૮ ડિગ્રી નમેલી છે. એટલે તે આડી લીટીમાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ત્રાંસો હોવાથી તે જમીન પર પડેલા દડાની જેમ ઉછળકૂદ કરતો પ્રદક્ષિણા કરે છે.
→ પોતાની ધરી પર ઝડપથી ફરી આપણા ૧૭ કલાકમાં એક ચક્ર પૂરું કરે છે. તેની ભ્રમણકક્ષા ખૂબ લાંબી છે તે આપણા ૮૪ વર્ષે સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે એટલે ત્યાં ૪૨ વર્ષ ઉનાળો અને ૪૨ વર્ષ શિયાળો હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.