આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 8 August 2015

♥ વિશ્વનું સૌથી જૂનું રેલવે એન્જિન - ભારતનું ફેરી ક્વીન ♥


→ ભારતીય રેલવે વિશ્વના સૌથી જૂના રેલવે તંત્રમાંનું એક છે અને વિશ્વના સૌથી વધુ અંતરને આવરી લેતું તંત્ર છે, વિશ્વનું સૌથી જૂનું ચાલુ હાલતનું રેલવે એન્જિન પણ ભારત પાસે છે. આ ફેરી ક્વીન એન્જિન વિશે પણ જાણવા જેવું છે.

→ દિલ્હીથી રાજસ્થાનના અલવર સુધી ચાલતું આ એન્જિન ઇ.સ. ૧૮૫૫માં તૈયાર થયેલું. બ્રિટીશ કંપની કિટસન દ્વારા તૈયાર થયેલા આ એન્જિનનું વજન ૨૬ ટન વજનનું છે અને બ્રોડગેજ લાઇન ઉપર ચાલે છે.

→ શરૂઆતમાં તે બંગાળમાં ઉપયોગમાં લેવાતું. ઇ.સ. ૧૮૯૫માં તેને ફેરીક્વીન નામ અપાયું અને બિહારમાં પ્રવાસી ટ્રેનમાં જોડવામાં આવ્યું. ૧૯૦૯થી ૧૯૪૩ દરમિયાન તે બિનઉપયોગી થઈ પડી રહ્યું છે. ત્યારબાદ ૧૯૭૩માં દિલ્હી રેલવે સ્ટેશને મ્યુઝિયમમાં રખાયું. ઇ.સ. ૧૯૯૬માં આ આકર્ષક એન્જિનનો ફરી ઉપયોગ શરૂ થયો. વરાળ વડે ચાલતી છૂક છૂક ગાડીમાં પ્રવાસ કરવો એ એક લહાવો છે.

→ પ્રવાસીઓના આનંદ માટે અને આકર્ષણ માટે ઇ.સ. ૧૯૯૮માં આ એન્જિન દિલ્હી લાવી ફરી ઉપયોગ શરુ થયો. ૪૦ કિલોમીટરની ઝડપે ચાલતા એન્જિનને લગભગ ૧૬૦ વર્ષ થયા પરંતુ તેનો કોઈ જ સ્પેરપાર્ટ બદલવામાં આવ્યો નથી.

★ સાભાર :- ગુજરાત સમાચાર ★

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.