→ અગ્નિ એ ઊર્જાનો મોટો સ્ત્રોત છે. આપણા રોજીંદા જીવનમાં અગ્નિનો ઘણી રીતે ઉપયોગ થાય છે. કોઈપણ ચીજ સળગે ત્યારે જ્વાળા, ભડકો, જ્યોત અને ક્યારેક જ્વાળા વિના અંગારા પેદા થાય. કોઈપણ વસ્તુ સળગે કાર્બનના કણો સળગતા હોય છે અને તેમાં વાતાવરણનો ઓક્સિજન મદદ કરે છે. પ્રાચીન કાળમાં અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા અને ખોરાક રાંધવામાં થતો.
→ પ્રકાશ માટે દીવા, ફાનસ, મીણબત્તી વગેરે ઉપયોગી થાય.આ નાના સાધનોમાં દિવેટ વડે દહન ક્રિયામાં કાર્બન અને ઓક્સિજન ધીમે ધીમે મળે તેવું આયોજન હોય છે. ધીમું દહન થાય ત્યારે ગરમી ઓછી અને પ્રકાશ વધુ ફેલાય છે. સ્ટવ કે ગેસના ચૂલામાં બળતણ અને હવા ઝડપથી મળે તેવું આયોજન હોવાથી તેમાં ગરમી વધુ અને પ્રકાશ ઓછો હોય છે. મીણબત્તીની જ્યોતમાં ઓક્સિજનનું સંપૂર્ણ દહન થતું નથી જ્યારે ગેસની જ્યોતમાં ઓક્સિજનનું સંપૂર્ણ દહન થઈ જ્યોત ભૂરા રંગની બને છે અને પ્રકાશ આપતી નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.