આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 26 July 2015

♥ એલીહુ થોમસન ♥

~~♦ ઇલેક્ટ્રિક વેલ્ડિંગનો શોધક - એલીહુ થોમસન ♦~~

→ લોખંડ જેવી ધાતુના ટુકડા, સળિયા કે પાટો જોડવા માટે વેલ્ડીંગ થાય છે. વેલ્ડીંગ ગરમી દ્વારા થતી પ્રક્રિયા છે. ખૂબ જ ઊંચા ઉષ્ણતામાનવાળી જ્યોતથી લોખંડને જે જગ્યાએ સાંધવું હોય ત્યાં પિગાળવામાં આવે છે. પિગળેલા લોખંડના બે ભાગ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાઈ જાય છે. મકાનોના બાંધકામ, યંત્રો બનાવવામાં તેમજ ઉદ્યોગમાં વેલ્ડિંગનો વ્યાપક ઉપયોગ થાય છે. વેલ્ડિંગ માટે અનેક પદ્ધતિઓ શોધાઈ છે. ૨૦મી સદીની શરુઆતમાં ઘણા વિજ્ઞાાનીઓએ ધાતુને જોડવા માટે વિવિધ પ્રકારના વેલ્ડિંગની શોધ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શસ્ત્રો અને જહાજો બનાવવા માટે વેલ્ડિગની ખૂબ જ જરૃર પડી હતી. આ વિજ્ઞાાનીઓમાં એલિહુ થોમસનનું નામ જાણીતું છે.

→ એલિહુ થોમસનનો જન્મ ઇ.સ. ૧૮૫૩ના માર્ચ માસની ૨૯મી તારીખે બ્રિટનના માન્ચેસ્ટરમાં થયો હતો.

→ ઇ.સ. ૧૮૫૮માં તેનો પરિવાર અમેરિકાના ફિલાડેલ્ફિયામાં જઈને વસ્યો. એલિહુએ ફિલાડેલ્ફિયાની સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને માત્ર ૨૩ વર્ષની ઉંમરે તે જ સ્કૂલમાં કેમિસ્ટ્રી વિભાગમાં અધ્યક્ષ બન્યો.

→ નોકરી દરમિયાન તેણે ઇલેક્ટ્રિક આર્કલાઇટ, ઓટોમેટિક ડાયનેમો, લોકલ પાવર ટ્રાન્સમિટર જેવી મહત્ત્વની શોધો કરી. આ શોધોથી તે પ્રસિદ્ધ થયો અને નોકરી છોડી તેણે પોતાની ઇલેક્ટ્રિક કંપની સ્થાપી. તે જમાનામાં ઇલેક્ટ્રિક ક્ષેત્રનાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો હતો. થોમસને ઝડપથી પ્રગતિ કરી કંપનીનો વિકાસ કર્યો આ દરમિયાન તેણે ૨૧ જેટલી ઉપયોગી શોધો કરી.

→ ઇલેક્ટ્રિક ક્ષેત્રે કરેલા યોગદાન બદલ તેને ઘણા સન્માનો મળેલાં. વિશ્વની જાણીતી માસાચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટના પ્રમુખ પણ બનેલ. તેણે અમેરિકા, યુરોપ અને ફ્રાન્સમાં ઘણી ઇલેક્ટ્રિક કંપનીઓ સ્થાપેલી.

→ ઇ.સ. ૧૯૩૭ના માર્ચ માસની ૧૩ તારીખે તેનું અવસાન થયું હતું.

♥ સાભાર - ગુજરાત સમાચાર ♥

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.