→ પ્રાણીઓમાં પૂંછડી તેનું મહત્ત્વનું અંગ છે. કેટલાક પ્રાણીઓ પૂંછડી વીંઝી મચ્છર જેવા જંતુઓને ભગાડે છે. તો કેટલાક પૂંછડી હલાવીને પોતાની વાત રજૂ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પ્રાણીઓ માટે પૂંછડીનો સૌથી મોટો ઉપયોગ તેના શરીરનું તાપમાન જાળવવાનું છે. મનુષ્યના શરીરનું તાપમાન જાળવવા પરસેવો વળે છે. પ્રાણીઓને પરસેવો વળતો નથી એટલે આ કામ પૂંછડી કરે છે પરંતુ વાનર અને ઉંદરની પૂંછડીની વાત જુદી છે. ઉંદરની પૂંછડી ખૂબ લાંબી હોય છે. લાંબી પૂંછડી દ્વારા શરીરની વધારાની ગરમીનો નિકાલ થયા કરે અને શરીર ઠંડુ રહે છે. ઉંદર પોતાની પૂંછડીમાં વહેતા લોહીમાં વધઘટ કરી શકે છે. ઠંડી ઋતુમાં ગરમીની જરૃર હોય ત્યારે લોહી ઘટાડીને ગરમીનું વહન ઓછું કરી શકે છે. પૂંછડીની મદદથી નાનકડા પગવાળા ઉંદર દોરડા ઉપર સડસડાટ દોડી શકે છે વળી તપેલી જેવા વાસણની પાતળી ધાર ઉપર બેસીને આગળ ઝૂકીને ખોરાક ખાઈ શકે છે. સમતોલન જાળવવામાં પૂંછડીનો ઉપયોગ થાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 26 July 2015
♥ ઉંદરની પૂંછડીનો ઉપયોગ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.