♥ વેનકુંવરમાં આવેલા લોર્ડ ઝેનિથ ટેલિસ્કોપનો અરિસો પ્રવાહી પારાનો બનેલો છે. ૨૮ લીટર પારો ભરેલું વાસણ સતત ચક્રાકાર ફરે છે એટલે તેમાં ભરેલો પારો તેની અંદરની સપાટી પર વિખરાઈને અંતર્ગોળ અરિસો બની જાય છે. પૃથ્વીની જીવસૃષ્ટિનું રક્ષણ કરતું ઓઝોન પડ માત્ર ૩ મી.મી. જાડું છે
♥ લોહચૂંબક પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ દર્શાવે છે. પૃથ્વીનો ભૌગોલિક ધ્રુવ કેનેડાના એલિફ રિંજમાં અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકાના બિલ્કીસમાં છે જે ચુંબકીય ધ્રુવ કરતાં ઘણા દૂર છે.
♥ વિશ્વની સૌથી ઊંડી ખીણ દક્ષિણ આફ્રિકાની વેસ્ટર્ન ડીપ ૪.૨ કિલોમીટર ઊંડી છે.
♥ માઈનસ ૧૯૦ ડિગ્રી તાપમાને હવા પ્રવાહી બની જાય છે. પ્રવાહી હવા ભૂરા રંગની હોય છે.
♥ પૃથ્વી પર પાણીનો જથ્થો અબજો વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે તેમાં વધઘટ થતી નથી.
♥ આઈસલેન્ડમાં ૧૨૦ હિમ નદીઓ છે અને ૨૦૦ જેટલા જ્વાળામુખી પર્વતો છે એટલે તેને લેન્ડ ઓફ ફાયર એન્ડ આઈસ કહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.