આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 26 July 2015

♥ ભગવાનશ્રી જગન્નાથજીને હાથ પગ કેમ નહીં ? ♥

અ ષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા વર્ષોથી નિયમિત નીકળે છે. રથયાત્રાની સમયે ભાઈ બલરામબહેન સુભદ્રા તથા અન્ય રથમાં ભગવાનશ્રી જગન્નાથજી બિરાજેલા હોય છે. સુંદર વાઘા ખૂશ્બુદાર મહેંકતા ફૂલોના શણગારથી આ ત્રણેય મૂર્તિઓ શણગારી રથમાં મૂકવામાં આવે છે. સર્વ ધર્મપ્રેમી જનતા ત્રણેયના દર્શન કરીને પોતાની જાતને ધન્ય માને છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ રથયાત્રા હિન્દુ ધર્મનો વર્ષોથી ચાલ્યું આવતું ઐતિહાસિક પર્વ છે. રથયાત્રા જ્યારે મંદિરના પટાંગણમાંથી પ્રસ્થાન કરે છે તે સમયે જગન્નાથપુરીના રાજવંશી પુરૃષ આજે પણ પ્રભુના રથના માર્ગમાં હાથમાં બોગરો લઈ માર્ગ સાફ કરે છે.

નિલગીરી પર્વત પર રાજા ઈન્દ્રદયુગ્ને ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારે ભક્તને આધીન ભગવાને પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે હે રાજન બ્રહ્માદિક દેવતાઓને બોલાવી મારી આ સ્થાને પ્રતિષ્ઠા કરો. આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. મારો વાસ છે આ ધામમાં. સમગ્ર વિશ્વમાં આ પવિત્ર ધામ વિશ્વ વિખ્યાત થાય એવી મારી ખેવના છે. લોકવ્યવહાર માટે પ્રતિષ્ઠા કરો.

રાજા ઇન્દ્રદયુગ્ને બ્રહ્માદિક દેવતાઓને બોલાવી પૂજા-પ્રતિષ્ઠા કરી ત્યારબાદ તમામ બ્રહ્માદિક દેવતાઓ પૂજા અર્ચના પૂર્ણ કરી તિર્થ પ્રસાદ ગ્રહણ કરીને સ્વસ્થાને વિદાય થયા. સમય જતાં રાજાએ વિશ્વકર્માના વંશજોને ખબર આપીને સુથારને બોલાવ્યો અને લાકડામાંથી મૂર્તિઓ તૈયાર કરવા જણાવ્યું. સુથારે કહ્યું. મહારાજ હું જરૃર મૂર્તિઓ બનાવું પરંતુ એ ઓરડાના દ્વાર તમારે સળંગ એકવીસ દીવસ સુધી ખોલવાના નહીં. મહારાજે તરત જ એ સુથારની શરત મંજુર રાખી. સુથાર ઓરડાના મુખ્ય કમાડબંધ કરીને પોતાના સર્જન કામમાં લાગી ગયો. આમને આમ જ અગિયાર દિવસ વીતી ગયા. અંદર ઓરડામાં ઘડવાનો અવાજ કે અન્ય આવન જાવનની ખબર પડી નહતી. એટલે અગિયારમા દિવસે રાજાને ચિંતા પેઠી કે માનો યા ના માનો જરૃર આ સુથાર ભૂખ અને તરસના હિસાબે મૃત્યુ પામ્યો લાગે છે આમ વિચારી અગિયારમે દિવસે ખુદ રાજાએ જ ઓરડાના કમાડ ખોલી નાખ્યા. રાજાને જોતા જ સુથારે કહ્યું હજી આ મૂર્તિઓ પૂર્ણ તૈયાર થઈ નથી. આપે શરતભંગ કરીને ઓરડાના કમાડ ખોલી નાખ્યા એટલે હવે આ મૂર્તિઓનું કામ અધુરૃ જ રહેશે. હાથ અને પગ હજી બાકી રહી ગયા છે જે હું બનાવીશ નહીં. સુથારનાં વચનો સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયો. શરતભંગ કરવા માટે તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. મેં આપેલું વચન હું પાળી શક્યો નહીં. મારા મનમાં જરા પણ ધીરજ ના રહી. સુથાર ઉપર વિશ્વાસ ના રાખ્યો રાજા મનોમન આત્મવિલાપ કરી તરફડવા લાગે છે.

ત્યારે આકાશવાણી સંભળાઈ કે હે રાજન લેશમાત્ર શોક કરશો નહીં. જો મૂર્તિઓ પૂર્ણ કદની બનત તો સંસારમાંથી કર્મફળ નષ્ટ થાત જેના કારણે અહીં આવેલો માનવી જગન્નાથપુરી દર્શન કરતા જ ચતુર્ભૂજ બની જાત. એટલે જ અમારી આ અપૂર્ણ હાથ પગ વગરની મૂર્તિઓ છે તેમાં જ અમારી પ્રાણ પ્રતિષ્ઠા કરો. અને હવે પછી આ લાકડાની આ જ પ્રમાણેની મૂર્તિઓ દર બાર વર્ષે અવશ્ય બદલતા રહેજો.

રાજા ઈન્દ્રદયુગ્ન પોતાના ભાઈ ભાંડુ સહિત મંદિરનું નિર્માણ કરી મૂર્તિઓમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરીને દૂર યાત્રાએ ગયા તિર્થોના દર્શન પૂજન નદી સ્નાન કરીને સ્વગૃહ તરફ ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એક પછી એક બંને હાથ ચતુર્ભૂજ થઈ ગયા અને ભગવાન શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામ ગયા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.