♦ પૃથ્વી પર અને વાતાવરણમાં ઘણા અવાજ થતા હોય છે. પરંતુ આપણા કાન સુધી પહોંચે તેની જ આપણને ખબર પડે છે. આમ અવાજનું અસ્તિત્વ પ્રાણીઓના કાન પર નિર્ભર છે.
♦ આપણા કાન બહાર દેખાય છે તેના કરતા ખોપરીની અંદર મોટી રચના ધરાવે છે. બહારના કાન અવાજને ગ્રહણ કરવાનું કામ કરે છે.
♦ કાનના મધ્યકર્ણ ભાગમાં યુસ્ટેશિયન ટયુબ નામની નળી હોય છે. જેમાં પ્રવાહી ભરેલું હોય છે. જે આપણું સમતોલન જાળવે છે. ચકડોળમાં બેસીએ ત્યારે આ પ્રવાહ એકતરફી થઈ જઈ આપણને ચક્કર આવે છે.
♦ કાનના આંતરિક ભાગમાં આવેલું ટેમ્પરલ હાડકું શરીરનું સૌથી સખત હાડકું છે.
♦ કાનમાં દાખલ થતો અવાજ હવા દ્વારા પ્રવેશે છે પરંતુ આંતરિક કાનમાં તે મોજા તરીકે આગળ વધે છે.
♦ અવાજ કેટલો મોટો છે તે જાણવાનું માપ ડેસિબલ છે. જેટ વિમાન સૌથી વધુ ૧૩૦ ડેસીબલનો અવાજ કરે છે.
♦ અવાજના મોજાનો આંદોલનકાળ ફ્રિકવન્સી કહેવાય છે. તે એક સેકંડમાં કેટલું ધ્રુજે છે તેનાથી મપાય છે તેને 'હર્ટઝ' કહે છે.
♦ અવાજ દર સેકંડે ૧૧૩૦ ફૂટની ઝડપે ગતિ કરે છે.
♦ અવાજ સખત પદાર્થ કે દીવાલ પર પછડાઈને પાછો ફરે છે.
♦ પ્રાણીઓ અને માણસોની સાંભળવાની શક્તિ જુદી જુદી હોય છે.
♦ મોટા ભાગના જળચર પ્રાણીઓ અને માછલીને કાન હોતા નથી તે ચામડી ઉપર પછડાતા વિવિધ મોજામાંથી અવાજના મોજા પારખી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.