* ડોલ્ફિન પાણીના તળિયે બંને આંખ ખુલ્લી રાખીને ઊંઘ લે છે.
* જાયન્ટ સ્કવીડની આંખો તમામ જળચર જીવોમાં સૌથી મોટી દોઢ ફૂટના વ્યાસની હોય છે.
* ઓક્ટોપસની આંખોની કીકી ચોરસ હોય છે તે એક સેકંડમાં ૭૦ વખત આંખ પટપટાવે છે.
* ગોલ્ડનફિશ ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને જોઈ શકે છે.
* ઇલેક્ટ્રિક ઇલ નામની માછલીને કોઈ સ્પર્શે તો ૬૫૦ વોલ્ટનો કરંટ ઝાટકો લાગે છે.
* વેનેઝુએલાની ફિલિફીશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સૂકાઈ જાય તો બે માસ સુધી પાણી અને ઓક્સિજન વિના જીવી શકે છે.
* વાઇપર ફિશને જડબાની બહાર નીકળેલા બે અણિયાળા દાંત હોય છે.
* વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
* ગ્રેટ વ્હાઇટ શાર્કના જડબા ખૂબ જ શક્તિશાળી હોય છે તે જડબુ ભીંસે ત્યારે દર ચોરસ ઇંચે ૩૦ ટન વજન જેટલું દબાણ કરે છે.
* ટાઇગર શાર્કના દાંત જડબુ બંધ હોય ત્યારે પેઢામાં ઉતરી જાય છે અને મોં ખોલે ત્યારે દાંત સરકીને બહાર આવે છે.
♥ સૌજન્ય - ગુજરાત સમાચાર ♥
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.