આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 26 July 2015

♥ કપાસ ♥

૫૦૦૦ વર્ષથી ઉપયોગી થતી વનસ્પતિ - કપાસ

→ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, જંતુઓ અને જળચરો એકબીજાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માણસ જાતના વિકાસમાં વનસ્પતિનો સૌથી મોટો ફાળો છે. વનસ્પતિ માણસ માટે ખોરાક ઉપરાંત અનેક ઉપયોગમાં આવે છે. તેમાં કપાસનું સ્થાન અનોખું છે. કહેવાય છે કે માણસ સૌ પ્રથમ કપાસની ખેતી કરતા શીખ્યો હતો. કપાસમાંથી મળતું રૃ વિશ્વની આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ટોચના સ્થાને હતું. રૃમાંથી કાપડ ઉપરાંત ઘણા ઉપયોગ છે.

→ ભારતમાં ૫૦૦૦ વર્ષ પહેલાંય કપાસની ખેતી થતી હતી. કપાસમાંથી કાપડ બનાવવા સુધીની પ્રક્રિયામાં ઉપયોગી મોટા ભાગના સાધનો અને પદ્ધતિ ભારતમાં શોધાયા હતા.

→ કપાસનો છોડ એકથી દોઢ મીટર ઊંચો થાય છે. તેનો પહોળા પંજાકાર પાન હોય છે તેમાં પીળા ફૂલ આવે છે અને ફૂલમાંથી ત્રિકોણાકાર ફળ પાકે છે તેને જિંડવું કહે છે. કપાનસા ફળની અંદર માવા જેવો ઘટ્ટ પદાર્થ હોય છે. સૂર્ય પ્રકાશની ગરમીથી તે પાકે છે ત્યારે ફળ સૂકાઈને તૂટી જાય છે અને પેલો ઘટ્ટ પદાર્થ રૃ સ્વરૃપે બહાર આવે છે. રૃમાં કપાસના અસંખ્ય બીજ હોય છે. જિંડવામાં રૃ કપાસના વિકાસ માટે રૃરી છે પવનને કારણે રૃ ઊડીને દૂર સુધી જાય છે અને તેની સાથે બીજને લઈ જાય છે. આમ દૂર સુધી કપાસના બીજા છોડ ઊગે છે.

→ કપાસના છોડના દરેક ભાગ ઉપયોગી છે. કપાસના છોડની ડાખળી કે સાંઠી બળતણ તરીકે ઉપયોગી છે. કપાસના બીજ કપાસિયામાંથી તેલ મળે છે જે આપણા ખોરાક તરીકે ઉપયોગી થાય છે. તેલ કાઢયા પછી વધેલો કપાસિયાનો ખોળ પશુઓનો ઉત્તમ આહાર છે.
કપાસમાંથી મળતું રૃ માનવ જાત માટે સૌથી વધુ ઉપયોગી રહ્યું છે. ગાદી- ગાદલા ભરવા ઉપરાંત તેના રેસામાંથી કાપડ બને છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.