આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ શિકારી પક્ષીઓનું અવનવું ♥

* ગરૃડ, સમડી, બાજ અને ગીધ જેવા પક્ષીઓ નાના મોટા જીવોનો શિકાર કરીને ખોરાક મેળવે છે. સંપૂર્ણ  માંસાહાર ઉપર આધારિત આ પક્ષીઓની રચના અને લાક્ષણિકતા અન્ય પક્ષીઓ કરતાં જુદી હોય છે.

* શિકારી પક્ષીઓની દ્રષ્ટિ બળવાન હોય છે. આકાશમાં ઊડતા આ પક્ષીઓ જમીન પરના ઉંદરને પણ જોઇ શકે છે.

* શિકારી પક્ષીના બચ્ચાં એક જ વર્ષની ઉંમરે પુખ્ત બનીને જાતે જ શિકાર કરવા માંડે છે.

*  શિકારી પક્ષીઓ મોટે ભાગે રંગીન હોતા નથી પરંતુ કાળા કે કાબરચિતરા હોય છે.

* શિકારી પક્ષીઓ આકાશમાં વધુ ઊંચાઇએ ઊડી શકે છે અને કલાકો સુધી ચકરાવા મારે છે.

* શિકારી પક્ષીઓ પોતપોતાની હદ અને વિસ્તાર બાંધીને રહે છે. બીજા પક્ષીઓને પોતાની હદમાં માળા બાંધવા દેતા નથી.

* શિકારી પક્ષીઓના માળા ખૂબ જ મોટા હોય છે.
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.