આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ મદનલાલ ધીંગરા ♥

ભારતની આઝાદીનો ઈતિહાસ વીર લડવૈયાઓનાં પરાક્રમોથી સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આવા ઝળહળતા સિતારાઓ પૈકીના એક હતા મદનલાલ ધીંગરા.
 'અમૃતસર કા શેર' નામે પ્રખ્યાત મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ,૧૯૦૯ના રોજ ફાંસી થઈ હતી

* તેમનો જન્મ મેડિકલ પ્રેક્ટિશનર દિત્તોમલ ધીંગરાને ત્યાં ૧૮ ફેબ્રુઆરી,૧૮૮૩ના રોજ અમૃતસરમાં થયો હતો.

* દિત્તોમલ એ જમાનામાં અમૃતસરના ધનવાનોમાં મોખરે હતા.

* મદનલાલ અમૃતસરની પીબીએન સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરીને પછી લાહોરની કોલેજમાં દાખલ થયા હતા.

* કોલેજકાળમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લેતાં કોલેજે તેમને રેસ્ટિકેટ કર્યા તો પિતાએ પણ એમને ઘર છોડવાની ફરજ પાડી, જેથી તેઓ રસ્તા પર આવી ગયા હતા.

* તેઓએ પ્રથમ ક્લાર્કની નોકરી કરી, પછી કાલકા જઈ તાંગાવાલાની નોકરી કરી, પણ હિંમત હાર્યા નહીં.

* પછી તેમણે બોમ્બે પોર્ટ પર કામ કરીને પૈસા ભેગા કરી લંડન જવાનું સ્વપ્ન સાર્થક કર્યું.

* પણ ત્યાં કંઈ સફળતા ન મળતાં ભારત પરત ફર્યા.

* ફરી મદનલાલને તેમના પિતાએ ઇજનેરી ભણવા લંડન મોકલ્યા. ૧૦ જૂન,૧૯૦૬ના રોજ તેઓ લંડન ગયા.

* લંડનમાં કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ ક્રાંતિકારી નેતા વીર સાવરકરને ઇન્ડિયા હાઉસમાં મળ્યા.

* ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૫૦ વર્ષ પૂરાં થયાં, તેની પ્રથમ ઉજવણી તેમણે સૌની સાથે લંડનમાં કરી.

* તેમના શરીર પરના બિલ્લાને ભૂંસવાની કોશિશ કરનારા અંગેજ છોકરા પાછળ તેઓ છરી લઈને દોડયા હતા.

* ઇન્ડિયા હાઉસમાં બોમ્બ બનાવવા માટેના કેમિકલથી તેઓ દાઝ્યા છતાં ઊંહકારો કર્યો નહોતો એવા એ વીર હતા.

* જ્યારે ૧૧ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ ભારતમાં ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ, કનૈયાલાલ દત્ત અને સત્યેન્દ્ર બોઝને ફાંસી અપાઈ ત્યારે મદનલાલ બહુ ક્રોધે ભરાયા ને બદલો લેવાનું પણ લીધું.

* એ વખતે મદનલાલે વીર સાવરકરનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે જો તમે સર્વોચ્ચ બલિદાન માટે તૈયાર હો અને મુક્તિ માટે તમારું મન મક્કમ હોય તો દેશ માટે મરી ફીટવાનો આ ખરો અવસર છે.

* એમણે બંગાળનું વિભાજન કરનાર પૂર્વ ગવર્નર જનરલ કર્ઝન વેલીને ઠાર મારવા બે રિવોલ્વર લીધી ને ૧ જુલાઈ, ૧૯૦૯ના રોજ નેશનલ ઇન્ડિયન એસોસિયેશનના ફંક્શનમાં કર્ઝનની સાવ નજીક જઈ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ને પછી બીજી બે ગોળી મારી.

* કર્ઝન વેલીની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ૧૭ ઓગસ્ટ, ૧૯૦૯ના રોજ ફાંસી થઈ. અંગ્રેજ સરકારે એમના કુટુંબને એમનો મૃતદેહ ન સોંપ્યો.

* મદનલાલ ધીંગરાએ માત્ર ૨૫ વર્ષની વયે ભારતની આઝાદી માટે વિદેશમાં જાનની કુરબાની આપી. આવા મર્દ, જાંબાઝ, સ્વાતંત્ર્ય સેનાનીને શત શત વંદન.




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.