આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ માણસનું સૌથી મોટું અંગ - ચામડી ♥

→ શરીરના અંગોની વાત કરીએ તો આપણને હાથ, પગ, મોં અને કાન-નાક યાદ આવે પરંતુ તમે જાણો છો કે આપણી ચામડી એ આપણું સૌથી મોટું અને સૌથી વધુ ઉપયોગી અંગ છે ? આપણા તમામ અંગ- અવયવોનું રક્ષણ કરતી ચામડીનું કુલ ક્ષેત્રફળ લગભગ ૨૦ ચોરસ ફૂટ થાય. પુખ્ત ઉંમરના માણસની ચામડીનું વજન ૩થી ૪ કિલો થાય.

→ ચામડી ત્રણ પડની  બનેલી છે. સૌથી નીચેના પડમાં નવા કોષો બનવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે. ઉપરના પડને ગરમી, ઠંડી, વરસાદ, પવન અને અન્ય ઘસારા લાગે અને મૃતકોશોનો નિકાલ થયા કરે છે. તેની પૂર્તિ કરવા માટે સૌથી નીચેના પડમાં તૈયાર થતા કોશો ઉપર ધકેલાતાં જાય છે. ચામડીની વચ્ચેના પડમાં વાળના મૂળ, જ્ઞાાનતંતુઓ અને રક્તવાહિનીઓ હોય છે. ચામડી ઉપર પરસેવાની ગ્રંથિના અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો હોય છે.

→ ચામડીનો રંગ વંશપરંપરાગત હોય છે. આંતરિક અવયવોનું રક્ષણ કરવા ઉપરાંત ચામડી પરસેવા દ્વારા શરીરના તાપમાનનું નિયંત્રણ જાળવે છે. સૂર્યપ્રકાશમાંથી ચામડીમાં પ્રક્રિયા થઇને વિટામીન ડી પણ મળે છે. આમ આપણી ચામડી સૌથી મોટું તો ખરું જ પણ મહત્વનું અંગ પણ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.