આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ પ્રચંડ ગરમી માપવાનું સાધન - પાયરોમીટર ♥

→ હવાનું કોઇપણ વસ્તુનું કે શરીરનું ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટર વપરાય છે. થર્મોમીટર તેની આસપાસની ગરમીનું માપ દર્શાવે છે.  તે આપણે સરળતાથી ઉપયોગમાં લઇ શકીએ છીએ. પરંતુ આપણે નજીક પણ ન જઇ શકીએ એટલી પ્રચંડ ગરમી હોય ત્યારે તેનું માપ કાઢવામાં થર્મોમીટર ન ચાલે. ભડકે બળતો અગ્નિ, ભઠ્ઠી, અવકાશમાં ઘૂમતા ગ્રહો વિગેરે કેટલા ગરમ છે. તે જાણવા માટે પાયરોમીટર નામનું સાધન વપરાય. પાયરોમીટર ગરમીનાં મોજાં કે રેડિયેશન ઝીલીને દૂર રહેલી વસ્તુનું તાપમાન દર્શાવે છે. ગ્રીક ભાષામાં 'પાયરો' એટલે અગ્નિ. ભડકે બળતા અગ્નિનું ઉષ્ણતામાન માપી શકે તે પાયરોમીટર.

→ તમે જાણો છો કે ગરમ થતી વસ્તુનો રંગ બદલાય છે. લોખંડને ગરમ કરીએ તો તે ખૂબ જ ગરમ થઇ લાલ ઘૂમ બની જાય છે. તે જ રીતે દરેક વસ્તુ ગરમ થાય ત્યારે ગરમીના પ્રમાણમાં તેમાંથી જુદી જુદી તરંગ લંબાઇના મોજાં પ્રસારીત થાય છે. પાયરોમીટર આ મોજાં ઝીલીને ગણતરી કરી વસ્તુનું તાપમાન દર્શાવે છે. અવકાશમાં દૂર દેખાતા ગ્રહોનું તાપમાન પણ માપી શકાય છે. ઉદ્યોગોમાં મોટા બોઇલર કે ભઠ્ઠીનું તાપમાન માપવા માટે પાયરોમીટર વપરાય. પાયરોમીટર હાલતી ચાલતી વસ્તુનું ઉષ્ણતામાન પણ દર્શાવી શકે છે. ઇ.સ.૧૯૦૧માં હીલબોર્ન નામના વિજ્ઞાાનીએ પાયરોમીટરની શોધ કરી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.