♦ એફ.એમ. રેડિયોનો શોધક - એડવીન આર્મસ્ટ્રોંગ ♦
→ ટૂંકા વિસ્તારને આવરી લેતા રેડિયો તરંગોને ફ્રિકવન્સી મોડયુલેશન કે ટૂંકમાં એફએમ રેડિયો કહે છે. તેનો અવાજ સ્પષ્ટ અને ઘોંઘાટ વિનાનો હોય છે. ઓછી શક્તિ કે પાવરથી તેનું પ્રસારણ થઇ શકે છે. રેડિયો પ્રસારણ ક્ષેત્રે એક રેડિયોની શોધ આગવું સંશોધન ગણાય છે. તેની શોધ એડવિન હોવાર્ડ આર્મસ્ટ્રોંગ નામના વિજ્ઞાાનીએ કરેલી.
♥ એડવીન આર્મસ્ટ્રોંગનો જન્મ ઇ.સ.૧૮૮૦ના ડિસેમ્બરની ૧૮ તારીખે ન્યૂયોર્કના ચેલ્શીમાં થયો હતો.
→ બાળપણમાં જ તેને ઇલેક્ટ્રોનિક સાધનો સાથે રમવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં જ તેણે પોતાના ઘરમાં જાતે બનાવેલું એન્ટેના લગાડેલું. કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયો હતો.
→ ૧૯૧૭માં તે અમેરિકી સેનામાં જોડાયો. તેને સેનામાં વાયરલેસ સંદેશાવિભાગમાં કેપ્ટન તરીકે નિમણુંક મળી. આ નોકરી દરમિયાન તેણે ઘણાં સંશોધનો કર્યા.
→ આજની ટેકનોલોજીમાં એડવિને કરેલા અનેક સાધનો ઉપયોગી થાય છે. ૧૯૩૩માં તેણે જુદી જુદી ફ્રિકવન્સીવાળા એફ.એમ. સિગ્નલોની શોધ કરી.
→ ૧૯૩૭માં તેણે ૪૨.૮ ફ્રિકવન્સીવાળા એફએમ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી. એડવિને રેડિયો પ્રસારણ ક્ષેત્રે અગિયાર મહત્વની શોધો કરેલી. વિજ્ઞાાનક્ષેત્રે યોગદાન બદલ એડવિને ફ્રેન્કલીન મેડલ, એડિસન મેડલ, જેવા અનેક સન્માન મળેલા.
→ ૧૯૫૪ના જાન્યુઆરીમાં તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.