→ હિમાલય સહિતના પૃથ્વી પરના પર્વતોની ટોચ ઉપર બરફ છવાયેલો હોય છે તે જાણીતી વાત છે. ઊંચા પહાડો તો સૂર્યની થોડા વધુ નજીક હોય અને સૂર્યનો તાપ પણ તેના પર વધુ ફેલાતો હોય છે અને આ કારણે ત્યાં ગરમી હોવી જોઈએ તેવો સ્વાભાવિક વિચાર આવે પરંતુ હકીકતમાં પર્વતોની ટોચે સૌથી વધુ ઠંડી હોય છે. આનું કારણ તમે જાણો છો?
→ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી બને છે અને દબાણ પણ ઘટે છે. પર્વતની તળેટીમાં હવા ઘટ્ટ હોય છે પરંતુ ટોચ ઉપરની હવા પાતળી હોય છે. ઘટ્ટ હવા સૂર્યના ગરમીનું વધુ શોષણ કરીને વાતાવરણને ગરમ કરે પરંતુ પાતળી હવા સૂર્યની ગરમીનું શોષણ કરી શકતી નથી અને ગરમીનો સંગ્રહ પણ તેમાં થતો નથી એટલે પર્વતની ટોચે વાતાવરણ ઠંડું હોય છે.
→ ખૂબજ ઊંચા પર્વતો પર જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા વધુ પાતળી અને ઠંડી થતી જાય. એક સમય એવો આવે કે હવામાં રહેલી વરાળ ઠરીને પાણી બની જાય જે વધુ ઠરીને બરફ સ્વરૃપે ટોચ ઉપર જમા થાય. એટલે શિયાળો હોય કે ઉનાળો પર્વતની ટોચ ઉપર હંમેશાં બરફ છવાયેલો રહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.