આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ પેન્સિલ ♥

આજકાલ પેન્સિલનો ઉપયોગ ઘટી ગયો છે. પરંતુ બોલપેન નહોતી ત્યારે પેન્સિલની બોલબાલા હતી પેન્સિલ વિશે આ જાણો છો ?

♦ પેન્સિલ શબ્દ લેટિન ભાષાના પેનિસિલસ શબ્દ ઉપરથી બન્યો છે. જેનો અર્થ થાય છે ''ટૂંકી પૂંછડી''.

♦ પેન્સિલની વચ્ચે ગ્રેફાઇટની સળી હોય છે. તે કાગળ સાથે ઘસાય ત્યારે તેની કાળી રજકણ કાગળના ફાઇબર ઉપર ચોંટી જાય છે અને કાયમ રહે છે.

♦ ઇ.સ.૧૭૯૫માં નિકોલસ જેકવીસ નામના વિજ્ઞાાનીએ માટીની ભૂંગળો વચ્ચે ગ્રેફાઇટ મૂકીને પ્રથમ પેન્સિલ બનાવેલી.

♦ ૧૮મી અને ૧૯મી સદીમાં પેન્સિલ અગત્યનું સાધન હતી.

♦ નવાઇ લાગશે પરંતુ પેન્સિલ વડે કાગળ ઉપર ઝીરો ગ્રેવિટીમાં પણ લખી શકાય છે. અગાઉ અવકાશયાત્રીઓ અવકાશમાં  જતાં ત્યારે સાથે પેન્સિલ રાખતા.

♦ ચીન સૌથી વધુ પેન્સિલ બનાવતો દેશ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.