આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 1 June 2015

♥ બ્રેઇલ લિપિ ♥




→ અંધજનો માટેની અથવા ઉપસેલા અક્ષરોની લિપિનો ખ્યાલ ઇ.સં.૧૫૧૭ જેટલો જૂનો છે. ફ્રાન્સના વેલેન્ટાઇન હાવે નામના એક નાગરિકે ઇ.સ.૧૭૮૪માં  ઊપસેલા અક્ષરોનો પ્રયોગ કરેલો.

→ ઇ.સ.૧૮૧૯માં નેપોલિયનના એક લશ્કરના અધિકારી કેપ્ટન ચાર્લ્સ બારબિયરે સેનાના ગુપ્ત સંદેશ મોકલવા ૧૨ ઊપસાવેલા બિંદુઓનો પ્રયોગ કરેલો.

→ ૧૮૨૯માં લુઇ બ્રેઇલે આ બિંદુઓને૬ ઊપસેલા બિંદુઓમાં પરિવર્તિત કરી નાખ્યા. જે જગતમાં પાછળથી બ્રેઇલ-લિપિને નામે જ ઓળખવા લાગ્યા.

→ ૧૯૩૨થી સમગ્ર વિશ્વે પ્રજ્ઞાાચક્ષુઓના ઉપયોગ માટે બ્રેઇલ લિપિનો સ્વીકાર કરેલો છે.

→ ઇ.સ.૧૯૫૧માં ભારતીય બ્રેઇલલિપિને સત્તાવાર માન્યતા મળી. ભારતમાં બ્રેઇલ સાહિત્યના મુદ્રણ માટે દહેરાદૂનમાં એક સેન્ટ્રલ ''બ્રેઇલ- પ્રેસ''ની સ્થાપના કરવામાં  આવેલી છે. આ પ્રેસ  ભારતની દસ ભાષાઓમાં બ્રેઇલ લિપિમાં છપાયેલા પુસ્તકો પ્રગટ કરે છે.

→ ભારતના પ્રથમ બ્રેઇલ- સંપાદક બનવાનું સૌભાગ્ય ઠાકુર વિશ્વનારાયણ સિંહને મળેલું જેઓ ભારતીય બ્રેઇલ- સાહિત્ય અને પત્રકારત્વના પિતા મનાય છે. ભારતમાં એક કરોડથી પણ વધુ અંધજનો હોવાનો અંદાજ છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.