આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 May 2015

♥ એલી વ્હિટની ♥

★ કોટન જીનનો શોધક - એલી વ્હિટની ★

→ કપાસમાંથી કાપડ બનાવવાની શોધ પ્રાચીન
કાળની છે. કપાસના છોડ ઉપરથી રૂ ઉતારી તેને સાફ કરી પૂણી બનાવી સૂતર બને પછી તેમાંથી કાપડ વણાય. આ પ્રક્રિયા ઘણી લાંબી છે. પ્રાચીન
કાળમાં સાધનોના અભાવે આ પ્રક્રિયા ખૂબજ સમય લેતી. પરંતુ ઘણા બધા એન્જિનિયરો અને
વિજ્ઞાનીઓએ આ પ્રક્રિયાને સરળ અને ઝડપી
બનાવવા માટે વિવિધ યંત્રોની શોધ કરી.

→ કપાસના છોડ ઉપરથી ઉતારેલા રૂમાં કપાસિયા
સહિત ઘણો કચરો હોય છે. આ કચરાને દૂર કરવા માટે કોટન જીન નામનું મશીન વપરાય છે. બે મોટા નળાકાર ચક્રો વચ્ચે પિલાઈને રૂ છુટું પડે છે.

→ કોટન જીનની શોધ એલી વ્હિટની નામના
વિજ્ઞાનીએ કરેલી. તેની શોધ કાપડ ઉદ્યોગમાં
ક્રાંતિકારી ગણાય છે.

→ એલી વ્હિટનીનો જન્મ અમેરિકાના માસાચ્યુસેટ્સ નામના વેસ્ટબરો ગામે ઈ.સ. ૧૭૬૫ના ડિસેમ્બરની આઠ તારીખે થયો. તેના પિતા વિવિધ મશીનો બનાવતા હતા. વ્હિટનીને પણ બાળવયથી જ મશિનોમાં રસ પડવા લાગ્યો.
→ માધ્યમિક શિક્ષણ સ્થાનિક શાળામાં લીધા બાદ વ્હીટની સુપ્રસિધ્ધ થયેલ કોલેજમાં દાખલ થયો જ્યાં તેણે ગણિત ઉપરાંત ગ્રીક અને લેટિન ભાષાનું શિક્ષણ લીધું. ૧૭૯૨માં તે ગ્રેજયુએટ થયો. નાણાના અભાવે તે વધુ અભ્યાસ કરી શકયો નહીં. એટલે તેણે જ્યોર્જિયા ખાતે શિક્ષકની નોકરી સ્વીકારી.

→ જ્યોર્જિયામાં તેની મુલાકાત ગ્રીન નામની
મહિલા સાથે થઈ. આ મહિલા વિધવા હતી અને
તેની પાસે વિશાળ ખેતર હતું. વ્હીટની તેનો મિત્ર
બની ગયો અને તેની સાથે રહેવા લાગ્યો.

→ કપાસના છોડ ઉપરથી રૂ ઉતારી તેમાંથી કપાસિયા દૂર કરવાનું કામ અઘરુ હતું. સંખ્યાબંધ મજૂરો રોકીને હાથ વડે કપાસિયા દૂર કરવાનું કામ મોંઘું પડતું. વ્હીટનીએ આ કામ કરવા માટે મશીન બનાવવાનું નક્કી કર્યું અને રૂ પીલીને કપાસિયા દૂર કરવાનું કોટન જીન શોધી કાઢયું.

→ કોટન જીનથી ઓછા સમયમાં વધુ રૂ સાફ થઈ શકતું. આ શોધથી વ્હીટનીને બહુ નાણા મળ્યા નહોતાં પરંતુ પ્રસિધ્ધિ ખૂબજ મળેલી.

→ ઈ.સ. ૧૮૨૫ના જાન્યુઆરીની ૯ તારીખે તેનું
અવસાન થયેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.