આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 May 2015

♥ વિન્સેન્ટ જોસેફ શેફર ♥

~~ ♦ કૃત્રિમ વરસાદનો શોધક - વિન્સેન્ટ જોસેફ શેફર ♦~~

→ વરસાદ કુદરતી પરિબળ છે પરંતુ વિજ્ઞાનીઓએ કૃત્રિમ રીતે વરસાદ વરસાવવાની રીતોે પણ શોધી છે. વરસાદ ઓછો પડે અને દુકાળનો ભય ઊભો
થાય ત્યારે કૃત્રિમ વરસાદ ઉપયોગી બને છે. આ માટે આકાશમાં થોડા વાદળ હોવા જરૂરી છે. કૃત્રિમ
વરસાદ લાવવા માટે વિમાન દ્વારા વાદળોમાં
રસાયણનો છંટકાવ કરીને તેને ઠારી નાખવામાં આવે છે એટલે વાદળની વરાળ પાણી બની વરસે છે. આ માટે વાદળમાં સૂકો બરફ છાંટવામાં આવે છે. ખેતીને ઉપયોગી એવી આ શોધ વિન્સેન્ટ જોસેફ શેફર નામના વિજ્ઞાાનીએ કરેલી.

→ શેફરનો જન્મ અમેરિકાના ન્યૂયોર્ક નજીકના
ગામમાં ઇ.સ.૧૯૦૬ના જુલાઇની ૪ તારીખે થયો
હતો.

→ તેની માતાની તબિયત સારી નહી હોવાથી
તેનો પરિવાર ઉનાળામાં નજીકના પર્વતીય
પ્રદેશમાં ચાલ્યો જતો.

→ નવાઇની વાત એ છે કે શેફરે હાઇસ્કૂલનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો છતાં રસાયણશાસ્ત્રનો ઘરમાં જ અભ્યાસ કરી ૧૪ જેટલી શોધો કરી હતી.

→ બાળપણમાં જ તેને પર્વતના ખડકો અને ખનિજોનો અભ્યાસ કરવાનો શોખ હતો. તેણે ઘરમાં જ અભ્યાસ કરી ભૂસ્તરશાસ્ત્ર અંગે સંશોધન પત્ર લખ્યું તેનાથી તે પ્રસિદ્ધ થઇ ગયો.

→ તે ભણ્યો નહોતો પરંતુ અનુભવ અને આવડતને કારણે તેને જનરલ ઇલેક્ટ્રિક રિસર્ચ લેબોરેટરીમાં નોકરી મળી ગઇ. તેણે પોતાની નેચરલ લાઇબ્રેરી વસાવી તે ખૂબ જ વાંચતો તેણે અનેક વિજ્ઞાાનીઓ અને વિદ્વાનોને મિત્રો બનાવેલા.

→ ઇલેક્ટ્રિક રિસર્ચ લેબોરેટરીમાં તેને જાત જાતના
કામ સોંપાતા. ક્યારેક બીજાને નીચું લાગતું કામ
સોંપાતું, તે હોંશથી કરતો. તેે મોટા વિજ્ઞાાનીઓના મદદનીશ તરીકે કામ કરીને સંશોધનો કરતાં શીખ્યો.

→ ૧૯૪૦માં તે કૃત્રિમ બરફના કણો બનાવી પ્રસિદ્ધ થયો. તેને અધિકારીઓનું પ્રોત્સાહન મળ્યું.

→ ૧૯૪૬માં તેણે કૃત્રિમ વરસાદ માટે 'કોલ્ડ બોક્સ'ની શોધ કરી. ૧૯૪૬માં વોશિંગ્ટન
લેબોરેટરીમાં તેના સફળ પરીક્ષણ થયા. ત્યાર બાદ
અમેરિકાના ઘણા વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ
વરસાવવાનું શક્ય બન્યું. તે ખૂબ પ્રસિદ્ધ બન્યો.

→ ૧૯૫૯થી ૧૯૬૧ સુધી તેણે અમેરિકાના એટમોસ્ફેરિક સાયન્સ સેન્ટરના વડા તરીકે કામ કરેલું. ૧૯૯૩માં જુલાઇની ૨૫ તારીખે તેનું અવસાન થયું હતું.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.