→ એરપોર્ટ અને મોલ જેવા જાહેર સ્થળોએ સલામતી અધિકારી લોકોના શરીરની આસપાસ એક દંડા જેવું સાધન ફેરવીને તપાસ કરતાં હોય છે. આ સાધન 'મેટલ ડિટેક્ટર' કહેવાય છે. આ સાધનથી માણસોએ છૂપાવેલા પિસ્તોલ કે છરી જેવા ધાતુના સાધનો પકડી શકાય છે. આ સાધન ઈલેક્ટ્રો મેગ્નેટ વડે કામ કરે છે.
→ મેટલ ડિટેક્ટરના દંડાના છેડે બેટરી હોય છે. આબેટરીમાંથી દંડાના બીજા છેડા સુધી હળવો વીજપ્રવાહ વહેતો હોય છે. આ પ્રવાહ દંડાની સપાટીસુધી પહોંચે નહીં તેવી રચના હોય છે. મેટલડિટેક્ટરના છેડા પર ધાતુની કોઈલ હોય છે તેમાંવીજપ્રવાહ આવે ત્યારે તેની આસપાસ ચૂંબકીય ક્ષેત્ર રચાય છે. આ ચૂંબકીય ક્ષેત્રમાં કોઈપણ ધાતુ આવે ત્યારે તેમાં પણ વીજપ્રવાહ દાખલ થઈ બીજું ક્ષેત્ર રચાય છે. મેટલ ડિટેક્ટરનું રીસીવર આ ક્ષેત્રને પકડીને બીપ બીપ અવાજ કરે છે.
★ મેટલ ડિટેક્ટરની શોધ ઈ.સ. ૧૮૮૧માં ગ્રેહમ બેલે કરી હતી. તેને ઈન્ડક્શન બેલેન્સ કહેતા. ઈ.સ. ૧૯૩૩માં ગેરહાર્ટ ફિશર નામના વિજ્ઞાનીએ જમીનના પેટાળમાં રહેલી ધાતુઓને શોધવા માટે'મેટલોસ્કોપ' બનાવેલું.
★ એપોલો યાનમાં ચંદ્ર ઉપર ધાતુ શોધવા માટે પણ આધુનિક મેટલ ડિટેક્ટર ચાર્લ્સ ગેરેટ નામના વિજ્ઞાનીએ બનાવેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.