→ આપણા દેશની પરંપરાગત રમતોમાં કબડ્ડી
ખોખો, સંતાકૂકડી વિગેરે હજી ગ્રામ પ્રદેશોમાં રમાય છે. કબડ્ડી કે હુતૂતૂ... તરીકે જાણીતી રમત આજે પણ લોકપ્રિય છે.
→ પંજાબ, તમિળનાડુ અને આંધ્રપ્રદેશની તે
રાજ્ય રમત છે. કબડ્ડી ઘણા દેશોમાં રમાય છે. બાંગ્લાદેશની તે રાષ્ટ્રીય રમત છે.
→ કબડ્ડી મહાભારતની કથામાં આવતા અભિમન્યુના ચક્રવ્યૂહની પ્રેરણાથી શોધાઇ હતી. ભારતમાં તે વર્ષોથી પ્રચલિત છે. આ રમત માટે કોઇ સાધનની જરૂર નથી. યુવાનોની બે ટૂકડી વચ્ચે મેદાનમાં રમાય છે. તમે ઘણી વાર
કબડ્ડીની રમત જોઇ હશે. એકી શ્વાસે કબડ્ડી...કબડ્ડી બોલવું તે આ રમતનો ખાસ
હેતુ છે.
→ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ૧૩ મીટર લાંબા અને ૧૦ મીટર પહોળા મેદાનમાં રમાય છે.
→ કબડ્ડીના ત્રણ પ્રકાર છે. અમર, જેમિનિ અને સંજીવની. અમર કબડ્ડીમાં ખેલાડીને આઉટ કરવામાં આવતા નથી. સંજીવનીમાં આઉટ થયેલા ખેલાડીના સ્થાને નવો ખેલાડી આવે છે. જેમિનિ કબડ્ડીમાં સાતને બદલે નવ ખેલાડીની ટૂકડી હોય છે. હાલમાં યોજાતી સ્પર્ધામાં સંજીવની
કબડ્ડી રમાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.