આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 8 April 2015

♥ કેથેરીન બ્લોગેટ ♥

÷♦ અદ્રશ્ય કાચની શોધક - કેથેરીન
બ્લોગેટ ♦÷

સાદો કાચ પારદર્શક હોય છે. પરંતુ
પાછળની તરફ અંધારું હોય તો તેમાં આપણું
પ્રતિબિંબ દેખાય એટલે સામે કાચ છે તેની
ખબર પડે. ઘરની બારીઓ, કારની બારીઓ
વિગેરેમાં ઉપયોગમાં લેવાતા કાચમાં પણ
થોડા ઘણાં પ્રતિબિંબ દેખાય છે એટલે
કાચ છે એવી ખબર પડી જાય પરંતુ કેથેરીન
બ્લોગેટ નામની મહિલા વિજ્ઞાાનીએ
એવો કાચ શોધ્યો છે કે જેમાં પ્રતિબિંબ
દેખાય જ નહી એટલે કાચ છે તેની ખબર જ ન
પડે. આ કાચનો ઉપયોગ કેમેરાના લેન્સ,જાસુસી માટેના કેમેરા, વિમાનની બારીઓ અને ફિલ્મોના શૂટિંગ માટે થાય છે.

કેથેરીન બ્લોગેટનો જન્મ ન્યૂયોર્કમાં ઇ.સ. ૧૮૯૮ના
જાન્યુઆરીની ૧૦ તારીખે થયો હતો. તેના પિતા જાણીતા જનરલ ઇલેક્ટ્રીક કંપનીમાં વકીલ હતા.

→ કેથેરીન બ્લોગેટના જન્મ અગાઉ જ તેના પિતાની હત્યા થયેલી.બ્લોગેટના જન્મ પછી તેની માતા તેને લઇને ફ્રાન્સ ચાલી ગઇ. ૧૯૧૧માં તેઓ ફરી ન્યૂયોર્ક આવ્યા અને બ્લોગેટને રેસન
શાળામાં ભણવા મૂકી.

→ કેથેરીન બ્લોગેટ બાળપણમાં જ ગણિતમાં હોશિયાર હતી. ઉચ્ચ શિક્ષણ તેણે બ્રીન મોટ કોલેજમાં લીધેલું. એક વેકેશન દરમિયાન તેણે
વિજ્ઞાનમાં સંશોધનો શીખવા જનરલ ઇલેકટ્રીકની કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી. પ્રતિભાશાળી
બ્લોગેટને કંપનીએ શિકાગોની યુનિવર્સિટીમાં ભણવા મૂકી તે પીએચડી થઇ અને ત્યાર બાદ સંશોધન કરવા લાગી.

→ ૧૯૨૬માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તે ફિઝિકસમાં પીએચડી થઇ ત્યાર બાદ જનરલ ઇલેકટ્રીક કંપનીમાં સંશોધક તરીકે જોડાઇ. બ્લોગેટે પાતળી ફિલ્મ બનાવવા, પ્રવાહીના કેશાકર્ષણ ઘટાડવાની, અદ્રશ્ય કાચ, ઇલેકટ્રીક પ્રવાહથી ઉત્પન્ન થતા આવરણ, પાતળી ફિલ્મોના માપ લેવાના સાધન જેવી ૮ અગત્યની શોધ કરી હતી અને એક મહિલા
વિજ્ઞાની તરીકે ખ્યાતિ મેળવી હતી.



→ ઇ.સ.૧૯૭૯ના ઓક્ટોબરની ૧૨ તારીખે તેનું
અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.