~ ♦ જીનેટિક્સનો શોધક - ગ્રેગોર જોહાનન મેન્ડેલ ♦~
→ સજીવ સૃષ્ટિ પોતપોતાના વંશ મુજબ વિકાસ પામે છે અને તેની રચના અને લક્ષણો વારસાગત જળવાઈ રહે છે. સદીઓ પહેલાં પણ લોકો આ વાત જાણતા હતા અને પ્રાણીઓની વિવિધ જાતો પેદા કરતા પરંતુ આનુવાંશિક સિદ્ધાંતનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી જીનેટિક વિજ્ઞાનનો પાયો નાંખનાર વિજ્ઞાની ગ્રેગોર મેન્ડલે વટાણાના
છોડ ઉપર પ્રયોગો કરી વિશ્વને નવી દિશા આપી.
→ ગ્રેગોર મેન્ડેલનો જન્મ ઇ.સ. ૧૮૨૨ના જુલાઈની ૨૦ તારીખે ઓસ્ટ્રીયાના હેઇનઝેન્ડ્રોફ ગામે થયો હતો. આજે આ વિસ્તાર ઝેક રિપબ્લીક દેશમાં છે.
→ તેના પિતા ખેડૂત હતા. બાળવયથી મેન્ડેલે ખેતીનું કામ સંભાળેલું. તે બગીચામાં છોડનો ઉછેર
કરતો. યુવાન થયા બાદ ઓલોપોક યુનિવર્સિટીમાં ફિલોસોફીના ઉચ્ચ અભ્યાસ માટે જોડાયો. તેને અભ્યાસ કરવા માટે આર્થિક સમસ્યાઓ હતી પરંતુ
તેની મોટી બહેનની મદદથી તે ભણ્યો હતો.અભ્યાસ કર્યા બાદ નેચરલ હિસ્ટ્રી અને એગ્રીકલ્ચર વિભાગમાં સંશોધન માટે જોડાયો. દરમિયાન તેણે પાદરી તરીકે તાલીમ લીધી અને અંતે શાળામાં
શિક્ષકની કારકિર્દી સ્વીકારી.
→ તેણે ૧૮૫૩થી ૧૮૫૬ સુધી ફિઝીક્સના શિક્ષક
તરીકે કામ કર્યું.
→ ઇ.સ. ૧૮૫૬થી ૧૮૬૩ના ગાળામાં મેન્ડેલે સાત પ્રકારના વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા અને દરેક જાતનો વિકાસ વારસાગત લક્ષણો અને રંગરૂપ અનુસરે છે તે સાબિત કર્યું છે.
→ ઇ.સ. ૧૮૬૬માં તેણે આ સંશોધન પ્રકાશિત કર્યું. ત્યારબાદ તેણે ઉંદરો પર પણ પ્રયોગો શરૂ કર્યા પરંતુ ધર્મગુરુના વિરોધ બાદ તેમણે પડતા મૂકેલા અને વનસ્પતિ ઉપર પ્રયોગો ચાલુ
રાખ્યા.
→ મેન્ડેલે કરેલી શોધને વિજ્ઞાન જગતે સ્વીકારી પરંતુ ૨૦મી સદીમાં અન્ય વિજ્ઞાનીઓએ તે દિશામાં વધુ પ્રયોગો કર્યા અને મેન્ડેલે કરેલી શોધને 'મેન્ડેલીન ઇનહેરિટન્સ' સિદ્ધાંત તરીકે ખ્યાતિ આપી. આ શોધ આજના જીનેટીક વિજ્ઞાનનો પાયો બની.
→ ઇ.સ. ૧૮૮૪માં જાન્યુઆરીની ૬ તારીખે તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.