★ પ્રાચીન કાળથી માણસ ઘોડાનો સવારી કરવા માટે ઉપયોગ કરતો આવ્યો છે. વાહનો નહોતાં ત્યારે પ્રવાસ માટે ઘોડા ખૂબ જ ઉપયોગી થતા.
★ ઘોડાની ઉંમર વધવાની સાથે દાંતની લંબાઈ વધે છે. જાણકાર માણસો ઘોડાના દાંત જોઈને તેની ઉંમર જાણી શકે છે.
★ ઘોડો કાન, નસ્કોરા અને આંખો વડે ગુસ્સો કે ખુશી વ્યક્ત કરી શકે છે.
★ ઘોડાના પગની ખરી આપણા નખની જેમ
વધ્યા કરે છે.
વધ્યા કરે છે.
★ ઘોડાના બચ્ચાંને વછેરૂ કહે છે તે જન્મ્યા પછી એક કલાકમાં જ ઊભું થઈ શકે છે.
★ ઘોડાને લાંબા પગ, હૃદય અને ફેફસાં મોટા હોવાથી ઝડપથી દોડી શકે છે.
★ ઘોડા મોં દ્વારા શ્વાસ લઈ શકતા નથી એટલે તે હાંફતા નથી.
★ ઘોડા મોટે ભાગે ઊભા ઊભા જ ઊંઘે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.